• Home
  • News
  • 2021 માટે દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું લિસ્ટ જાહેર, જાણો ભારત કયા સ્થાન પર છે?
post

વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં એશિયન દેશોની બોલબાલા જોવા મળી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-13 10:13:02

વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું (World most powerful passports) રેન્કિંગ આ વર્ષ (2021) માટે જાહેર કરવામાં આવ્યું છે. હેનલી એન્ડ પાર્ટનર્સના (Henley and Partners) પાસપોર્ટ ઈન્ડેક્સ ગ્લોબલ રેન્કિંગ (Henley Passport Index) મુજબ જાપાન (Japan) પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. તો યુનાઇટેડ સ્ટેટ્સ (United States) આ યાદીમાં સાતમા ક્રમે છે. આપણા દેશની વાત કરીએ તો ભારત આ યાદીમાં 85મા સ્થાને છે. આ ઉપરાંત આ લિસ્ટમાં પાડોશી દેશ પાકિસ્તાન તળિયેથી ચોથા સ્થાને છે અને જ્યારે ચીન (China) 70મા ક્રમે છે.


વિશ્વના શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં એશિયન દેશોની બોલબાલા જોવા મળી રહી છે. જાપાનના નાગરિકોને વિશ્વના 191 દેશોમાં ઓન એરાઈવલ વિઝાની સુવિધા આપવામાં આવે છે. તેથી સૌથી શક્તિશાળી પાસપોર્ટ લિસ્ટમાં જાપાનને પ્રથમ ક્રમે મુકવામાં આવ્યું છે. તે પછી સિંગાપોર આવે છે, જેના નાગરિકોને 190 દેશોમાં આ સુવિધા મળે છે. જ્યારે દક્ષિણ કોરિયા અને જર્મની ત્રીજા નંબરે છે, જેના નાગરિકોને 189 દેશોમાં ઓન એરાઈવલ વિઝા મળે છે. આ સિવાય ઈટાલી, ફિનલેન્ડ, સ્પેન અને લક્ઝમબર્ગ ચોથા અને ડેનમાર્ક અને ઓસ્ટ્રિયા પાંચમાં સ્થાને છે.

આ લિસ્ટમાં ભારત 85મા સ્થાન પર છે, જેનો અર્થ એ થાય છે કે ભારતીય નાગરિકોને 58 દેશોમાં ઓન એરાઈવલ વિઝાની સુવિધા મળે છે. આ સૂચિમાં પાડોશી દેશ ચીન 70મા ક્રમે છે, જેનો અર્થ એ છે કે ચાઇનીઝ નાગરિકો 75 દેશોમાં ઓન એરાઈવલ વિઝાની સુવિધા મેળવી શકે છે અને પાકિસ્તાન નીચેથી ચોથા સ્થાને એટલે કે 107મા ક્રમે છે અને 32 દેશોમાં જ પાકિસ્તાની નાગરિકોને ઓન એરાઈવલ વિઝાની સુવિધા મળે છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ એટલે કે તે દેશના નાગરિકોને વિઝા વિના મુસાફરી કરવાની છૂટ છે. કોઈપણ દેશ માટે એક શક્તિશાળી પાસપોર્ટ રેન્કિંગ મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશના કેટલા નાગરિકો વિશ્વમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે તેના આધારે નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આ સુવિધા હેઠળ અન્ય દેશો શક્તિશાળી પાસપોર્ટવાળા દેશના નાગરિકોને ઓન એરાઈવલની સુવિધા પૂરી પાડે છે. આ રેન્કિંગ્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના ડેટા પર આધારિત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post