• Home
  • News
  • કર્ણાટકમાં 200થી વધારે મંદિરોમાં ઈ-પૂજા અને દર્શનની તૈયારી, ઘરે બેઠા પ્રસાદ મળશે
post

રાજ્યના બધા ‘એ’ લિસ્ટ મંદિરમાં યોજના લાગૂ થશે, 30થી વધારે પ્રકારની પૂજા અને સેવા ઓનલાઇન થઇ શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:12:13

લોકડાઉનના કારણે કર્ણાટક સરકાર રાજ્યના 210 એ ગ્રેડ મંદિરોમાં ઓનલાઇન પૂજા અને દર્શન શરૂ કરી રહી છે. ભક્ત કોકુના સુબ્રહ્મણ્યમ મંદિર, કોલ્લુરનું મૂકાંબિકા મંદિર, મૈસૂરના ચામુંડેશ્વરી મંદિર, બેંગલુરુના કટેલુ દુર્ગાપરમેશ્વરી મંદિર અને વનશંકરી મંદિર સહિત 210 મંદિરોમાં ઈ-પૂજા અને દર્શન કરી શકાશે.

ભક્ત ઓનલાઇન લગભગ 30 પ્રકારની સેવાઓ માટે બુકિંગ કરી શકશે અને લાઇવ સ્ટ્રિમિંગ જોઇ શકશે. તેમાં જળ ચઢાવવાથી લઇને મહામસ્તાભિષેક જેવી સેવાઓ સામેલ છે. આ એ ગ્રેડ મંદિરોમાં આ સમયે દાન રકમ શૂન્ય છે. આ બધા જ મંદિરોમાં મહિનામાં ઓછામાં ઓછું 25 લાખ રૂપિયા દાન પ્રાપ્ત થાય છે. ઓનલાઇન સેવા અને પૂજા બુક કરાવતાં શ્રદ્ધાળુઓને પ્રસાદ કુરિયર દ્વારા તેમના ઘરે મોકલવામાં આવશે.

60 દિવસથી પ્રવેશ બંધઃ-
લગભગ 60 દિવસથી પણ વધારે સમયથી કર્ણાટકના મંદિરોમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ છે. આ દરમિયાન દાનની આવકમાં ભારે ઘટાડો આવ્યો છે. જેથી રાજ્ય સરકારને પણ ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. મંદિરની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે, દૈનિક ગતિવિધિઓના સંચાલનમાં પણ પરેશાનીઓ આવી રહી છે. બીજી બાજુ મંદિરોમાં અનેક લોકો પોતાની મનોકામનાવાળી પૂજા કરાવવાનું ઇચ્છે છે. પરંતુ લોકડાઉનના કારણે આ શક્ય નથી. એવામાં રાજ્ય સરકારે મંદિરની આવક વધારવા અને મંદિરની વ્યવસ્થા શરૂ કરવા માટે આ નિર્ણય લીધો છે.

સેવા પ્રમાણે ફી રહેશેઃ-
મંદિરમાં કરવામાં આવતી પૂજા અને સેવાઓની ફી વિવિધ રહેશે. પૂજાના મહત્ત્વ અને તેની સામગ્રી, સમય વગેરેના આધારે તેની ફી નક્કી કરવામાં આવશે. તેમાં પ્રસાદ અને કુરિયર વગેરેના રૂપિયા પણ સામેલ રહી શકે છે. આ સેવાઓ મંદિર પ્રમાણે વિવિધ રહેશે. તેની સંપૂર્ણ યાદી અને રકમ નક્કી કરવામાં આવશે.

કર્ણાટકમાં કુલ 35 હજારથી વધારે મંદિરઃ-
કર્ણાટકમાં 35 હજાર મંદિર છે. તેમને સરકારે ત્રણ શ્રેણી એ, બી અને સીમાં અલગ કર્યાં છે. મહિનાના 25 લાખ રૂપિયાનું દાન ધરાવતાં મંદિરોને એ શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. આ શ્રેણીમાં લગભગ 210 મંદિર છે. ગયા વર્ષે માર્ચથી મે મહિનાની વચ્ચે આ મંદિરોમાં કર્ણાટક સરકારને લગભગ 110 કરોડ રૂપિયાનું રેવેન્યૂ મળ્યું હતું. આ વર્ષે આ ત્રણ મહિનામાં આ મંદિરોને કોઇ દાન રાશિ મળી નથી.


સી શ્રેણીના મંદિરોએ હાઈકોર્ટમાં અરજી કરીઃ-
એ લિસ્ટ મંદિરોને સરકાર ઓનલાઇન કરી રહી છે પરંતુ કર્ણાટકના 98 ટકાથી વધારે મંદિર સી શ્રેણીના છે. જેમાં દાનની રાશિ પણ ઓછી છે. એવામાં બધા મંદિરોના પૂજારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી છે કે, તેમના ભરણપોષણ અને મંદિરની ગતિવિધિઓને સંચાલિત કરવા માટે સરકારી મદદ મળવી જોઇએ. આ અરજી ઉપર બુધવાર, 27 મે એટલે આજે સુનવણી થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post