• Home
  • News
  • લખનઉ સુપર જાયન્ટ્સની ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર જીત, આઈપીએલ સિઝનમાં પહેલીવાર લખનઉ ગુજરાતને હરાવ્યું, યશ ઠાકુરે જીતનો લગાવ્યો પંજો
post

IPLમાં LSGની સતત ત્રીજી જીત, યશે 5 વિકેટ લીધી; સ્ટોઇનિસે ફિફ્ટી ફટકારી

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 17:40:18

ઉત્તર પ્રદેશ: લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે 21મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 33 રને હરાવ્યું હતું. આ પહેલા LSGએ બેંગલુરુ અને પંજાબને પણ હરાવ્યું હતું. રવિવારે એકાના સ્ટેડિયમમાં LSGએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 20 ઓવરમાં 5 વિકેટે 163 રન બનાવ્યા. જવાબમાં GT 18.5 ઓવરમાં 130 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 31 રન બનાવ્યા હતા. LSG તરફથી યશ ઠાકુરે 5 વિકેટ લીધી હતી જ્યારે કૃણાલ પંડ્યાને 3વિકેટ મળી હતી.

 

યશ ઠાકુરને ફરીથી ઓવરમાં બે વિકેટ મળી; 5 વિકેટ લીધી

યશ ઠાકુરે 19મી ઓવરના 5માં બોલ પર નૂર અહેમદને આઉટ કરીને પોતાની ટીમને 33 રનથી જીત અપાવી હતી. લખનઉએ આ લીગના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતને હરાવ્યું છે. યશે મેચમાં બે વખત એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે 19મી અને 15મી ઓવરમાં બે-બે વિકેટ લીધી હતી. યશે કુલ 5 વિકેટ લીધી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post