• Home
  • News
  • સાપુતારા પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલની બસ ચીખલી પાસે પલટી, 23 બાળકો ઇજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર
post

લક્ઝરી બસમાં 57 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-10 10:53:26

સુરત-નવસારીઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. આજે પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5 વાગ્યે ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ફર્સ્ટ પર્સનઃ બસ રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો

ભાવેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક લક્ઝરી બસ સ્પીડમાં પસાર થઈ હતી. ત્યારબાદ અચાનક રોડ બાજુએ ઉતરી જતા જોરદાર અવાજ આવ્યો હતો. હું દોડી ને ગયો તો બાળકોની ચીચયારી સંભળાતી હતી. તાત્કાલિક 108ને જાણ કરી પલટી ખાય ગયેલી લકઝરી બસમાંથી બાળકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બીજા લોકો પણ મદદે આવી ગયા હતા. તમામ બાળકો અને વડીલોને બહાર કાઢી 108ની મદદથી સારવાર માટે રીફર કર્યા હતા. લક્ઝરી બસમાં 57 બાળકો હતા જેમાં 23ને ગંભીર ઇજા થઇ હતી. જેમાં 3-4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બસમાં ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓ સવાર હતા

મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના અમૃતપુરામાં જિલ્લા પંચાયત શિક્ષણ સિમિતિ ભરૂચ સંચાલિત પ્રાથમિક શાળા આવેલી છે. ધોરણ 4થી 8ના વિદ્યાર્થીઓના સાપુતારા પ્રવાસના આયોજનને લઈને આજે વહેલી સવારે 57 વિદ્યાર્થી અને શિક્ષકો રાધે ક્રિષ્ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની લક્ઝરી બસ(GJ-01-BV-9593)માં અંકલેશ્વરથી નીકળ્યા હતા. દરમિયાન ચીખલીના સુરખેવ નજીક બસ પલટી મારી ગઈ હતી. પ્રવાસી બસને અકસ્માત નડતા રોડ વિદ્યાર્થીઓની ચીચયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો.

ચાર લોકોશેનની 108 દ્વારા કામગીરી કરાઈ

લક્ઝરી બસ પલટી મારી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ 108ને જાણ કરી વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન અનાવલ, ચીખલી, કાંકલ, લીમઝર લોકેશનના 108ના ઈએમટી-પાયલોટ દોડી આવ્યા હતા અને 23 જેટલા ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે ચીખલી અને નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે પૈકી ત્રણની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વધુ ત્રણની તબિયત લથડતા સુરત સિવિલ ખસેડ્યા હતા.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post