• Home
  • News
  • અમેરિકામાં મોટી વિમાન દુર્ઘટના ટળી:231 યાત્રીઓને લઈ જતા પ્લેનના એન્જિનમાં આગ લાગી, હવામાં જ સળગવા લાગ્યા પાર્ટ્સ; પાઈલટે કરાવી સેફ લેન્ડિંગ
post

2018માં બોઈંગ 777નું એન્જિન ફેઈલ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 12:06:30

અમેરિકામાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. અહીં ડેનવરથી હોનોલુલુ જતા બોઈંગ 777ના એન્જિનમાં ઉડાન ભર્યાના થોડી વારમાં જ આગ લાગી ગઈ હતી. જોકે પાઈલટની સુઝબુઝના કારણે દુર્ઘટના ટાળી શકાઈ હતી. પાઈલટે તુરંત કંટ્રોલ સ્ટેશનને મેસેજ કર્યો અને તુરંત પરત ફરીને ડેનવરમાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ વિમાનમાં 231 પેસેન્જર્સ અને 10 ક્રૂ મેમ્બર્સ હતા.

રનવે થી ઉડાન ભરતાં જ આગ લાગી ગઈ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના ડેનવર એરપોર્ટથી ઉડાન ભર્યાના અમુક મીનિટો પછી જ તેના એન્જિનમાં આગ લાગી ગઈ છે. આ દરમિયાન નેશનલ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી બોર્ડ (NTSB)એ ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવી દીધી છે.

લોકોને અપીલ કાટમાળથી દૂર રહો
આ ઘટનાની તપાસ માટે નેશનલ ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી બોર્ડ (NTSB)ની ટીમ બનાવી છે. વિમાનનો કાટમાળ ઘણાં મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો છે. મફીલ્ડ પોલીસે લોકોને અપીલ કરી છે કે, કાટમાળને ના અડશો અને તેનાથી દૂર રહો.

પ્લેનમાં બેઠેલા પેસેન્જર્સે સળગતા એન્જિનનો વીડિયો બનાવ્યો
પ્લેનના એન્જિનમાં આગ લાગતા જ ફ્લાઈટમાં હોબાળો થઈ ગયો હતો. જોકે પાઈલટે તેમને હિંમત અપાવી હતી. તે સાથે જ કહ્યું કે, સુરક્ષિત લેન્ડિંગના દરેક પ્રયત્નો શક્ય છે. આ દરમિયાન એક પેસેન્જરે સળગતા એન્જિનનો વીડિયો પણ બનાવ્યો હતો. પેસેન્જરે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતાં જ તે વાઈરલ થઈ ગયો હતો.

બ્લાસ્ટ પછી વિમાન સતત નીચે આવી રહ્યું હતું
એક યાત્રી ડેવિડ ડેલ્યુસિયાએ ડેનવર પોસ્ટને જણાવ્યું છે કે, હું ઈમાનદારીથી કહું છું કે એક પોઈન્ટ પર આવીને અમે મરવાના હતા. આવું વિચારવાનું કારણ પણ હતું. બ્લાસ્ટ પછી અમે સતત ઉંચાઈથી નીચે આવી રહ્યા હતા. આગથી વિમાનની અંદર પણ ગરમી વધી રહી હતી.

2018માં બોઈંગ 777નું એન્જિન ફેઈલ થયું હતું
આ વિમાન અંદાજે 26 વર્ષ જૂનું હતું. તેમાં બે પ્રેટ એન્ડ વ્હિટની PW4000 એન્જિન લગાયેલા હતા. ફેબ્રુઆરી 2018માં પણ બોઈંગ 777ના એક જૂના વિમાનનું એન્જિન ફેલ થઈ ગયું હતું. ત્યારે પણ ઓછા સમયમાં જ સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post