• Home
  • News
  • મનીષ મલ્હોત્રા ડિરેક્ટર તરીકે કરી રહ્યાં છે ડેબ્યુ:ટ્રેજેડી ક્વીન મીના કુમારી ઉપર બાયોપિક બનાવશે, ક્રિતી સેનન મીના કુમારીનો રોલ નિભાવશે
post

હાલમાં જ ક્રિતી સેનન ફિલ્મ 'આદિપુરુ'ષમાં સીતાના રોલમાં જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-15 17:23:58

ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યાં છે. મનીષ મલ્હોત્રા આઇકોનિક એક્ટર મીના કુમારીની બાયોપિકથી ડેબ્યૂ કરશે. ક્રિતી સેનન આ ફિલ્મમાં મીના કુમારીનું પાત્ર ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા કરવામાં આવશે. હાલમાં ફિલ્મ સ્ક્રિપ્ટીંગ સ્ટેજમાં છે. જોકે, હજુ સુધી આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ફિલ્મ 'બૈજુ બાવરા'થી મીનાકુમારીની અલગ જ ઓળખ મળી
મીના કુમારીનું સાચું નામ મહજબીન બાનો હતું. ત્રણ દાયકાની કરિયરમાં તેમણે લગભગ 90 ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. મીના કુમારીએ 'બૈજુ બાવરા', 'પરિણીતા', 'સાહિબ બીબી ઔર ગુલામ' અને કાજલ માટે બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં 4 ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યા હતા. તેમણે ચાઈલ્ડ એક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. મીના કુમારીએ વિનય ભટ્ટ પ્રોડક્શન હેઠળ 'લેધર ફેસ', 'અધુરી કહાની', 'પૂજા'માં પણ કામ કર્યું હતું.

 

મીના કુમારીના જીવનમાં અનેક મુશ્કેલીઓ હતી
મીના કુમારીને ટ્રેજેડી ક્વીન કહેવામાં આવે છે. તેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. તેમના પિતા તેમના જન્મથી એટલા નિરાશ થઈ ગયા કે તેમણે અનાથાશ્રમમાં મૂકી દીધા હતા. 13 વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું, ફિલ્મના સેટ ઉપર પણ શોષણ થયું. લગ્ન જીવનમાં પણ પતિના મારથી કંટાળીને મીના દારૂ પી લેતા હતા. એવું કહેવાય છે કે મીના કુમારીએ સેટ પર શૂટિંગ દરમિયાન રડવા માટે ક્યારેય ગ્લિસરીનનો ઉપયોગ કર્યો ન હતો.

હાલમાં જ ક્રિતી સેનન ફિલ્મ 'આદિપુરુ'ષમાં સીતાના રોલમાં જોવા મળી હતી. ક્રિતી ટૂંક સમયમાં કરીના કપૂર ખાન અને તબ્બુ સાથે ફિલ્મ 'ધ ક્રૂ'માં જોવા મળશે. આ સિવાય ક્રિતી ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ 'ગણપત-1'માં પણ જોવા મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post