• Home
  • News
  • સ્પેસ ટુરિઝમની અનેક યોજનાઓએ વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રેનસનને વધુ ધનવાન બનાવ્યા
post

2 અબજ વધી 7.8 અબજ ડોલર (56.9 હજાર કરોડ) થઈ બ્રેનસનની નેટવર્થ પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-04 11:35:32

ટેસ્લાના ફાઉન્ડર એલન મસ્ક અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ એકમાત્ર ઉદ્યમી નથી કે, જે સ્પેસ કારોબારમાં સ્પર્ધામાં છે. વર્જિન ગ્રુપના ફાઉન્ડર રિચર્ડ બ્રેનસને પણ સ્પેસ ટુરિઝમમાં સ્થાન મેળવવા માટે મથી રહ્યા છે. જેનો ફાયદો તેઓને મળી રહ્યો છે. રિચર્ડ બ્રેનસનની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકના શેર્સમાં ઉછાળો આવ્યો છએ. આ ઉછાળાનુ કારણ રિચર્ડ બ્રેનસનની સંપત્તિમાં આશરે 2 અબજ ડોલર (રૂ. 14.6 હજાર કરોડ)નો ગ્રોથ નોંધાવ્યો છે.

બ્રેનસનની કુલ સંપત્તિનો અડધો હિસ્સો વર્જિન ગેલેક્ટિકની કમાણીમાંથી થાય છે. એરલાઈન્સ રેકોર્ડ લેબલ અને સોફ્ટ ડ્રિન્ક જેવી અનેક કંપનીઓના ફાઉન્ડર 70 વર્ષીય રિચર્ડ બ્રેનસન માટે સ્પેસ ટુરિઝમ એક નવુ સેક્ટર છે. બ્રેનસનની વર્જિન ગેલેક્ટિક સ્પેસ કંપનીના શેર્સમાં આ સપ્તાહે 21 ટકા ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે તેમણે સ્પેસશીપ ટુ યુનિટી રોકેટ પર મધ્ય ફેબ્રુઆરીમાં ટેસ્ટ ફ્લાઈટ મોકલવાની જાહેરાત કરી છે. વર્જિન ગેલેક્ટિકની આગામી ફ્લાઈટમાં ફ્લાઈટ દરમિયાન તેના કસ્ટમર કેબિનનુ નિરિક્ષણ કરાશે અને ફ્લાઈટ સ્ટેબલાઈઝર અને કંટ્રોલ્સનુ મૂલ્યાંકન કરવામાં આવશે. રિચર્ડ બ્રેનસન વર્જિન ગેલેક્ટિક મારફત વિશ્વના બે સૌથી અમીર જેફ બેજોસ અને એલન મસ્કને પડકારવાની તૈયારીમાં છે.

એલન મસ્કની કંપની સ્પેસએક્સ અને જેફ બેઝોસની કંપની બ્લુ રિજિનવચ્ચે અંતરિક્ષ પર્યટનના ક્ષેત્રમાં ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. આ બધી જ યોજના આવતા વર્ષ સુધીમાં પ્રવાસીઓને અવકાશમાં લઈ જવાની યોજના ધરાવે છે. સ્પેસ ટુરિઝમની વાત કરીએ તો પૃથ્વીની સબ-ર્બિટલ (ઉપ-કક્ષા) અને કક્ષા (ર્બિટલ’)માં ખાનગી અવકાશયાત્રીઓ લઈ જવાનો ખર્ચ, અનુભવ અને જોખમમાં ઘણો તફાવત છે. વર્જિન ગેલેક્ટીક તેના બંને હરીફોની તુલનામાં ખૂબ ઓછી કિંમતે અવકાશની મુસાફરી કરવાનો દાવો કરી રહ્યા છે.

સ્પેસ ટુરિઝમમાં વર્ચસ્વની જંગ છેડાઈ, હાલ ગણતરીના ખેલાડી
ઓઈલ અને આઈટી બાદ હવે સ્પેસ વિશ્વના અબજોપતિ વચ્ચે જંગનો નવો વિષય બન્યો છે. સ્પેસ ટુરિઝમ ભવિષ્યનુ વધતુ બજાર છે. સ્વિસ બેન્ક યુબીએસે અંદાજ મૂક્યો છે કે, ઉપ-કક્ષીય અને કક્ષીય બંને બાજુના સ્પેસ ટુરિઝમમાં 2030 સુધી કુલ 3 અબજ ડોલર (રૂ. 21 હજાર કરોડ)ની સંભવિત માર્કેટ વેલ્યૂ થશે. જો કે, ખાનગી અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષની સહેલ કરાવવા અમુક કંપનીઓ મેદાનમાં છે. જેમાં સ્પેસ એક્સ, બ્લૂ રિઝન, વર્જિન ગેલેક્ટિક પ્રમુખ છે. પરંતુ તેમની વચ્ચે પણ ગળાકાપ સ્પર્ધા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post