• Home
  • News
  • Metaના સીઈઓ માર્ક ઝકરબર્ગ ત્રીજીવાર પિતા બન્યા:ફેસબૂક પર ફોટો શેર કરીને બાળકનું નામ જણાવ્યું, 2012માં પ્રિસિલા ચૉન સાથે થયાં હતાં લગ્ન
post

હાર્વર્ડ યુનિવર્સિટીના હોસ્ટેલથી ઝકરબર્ગે ફેસબૂકની શરૂઆત કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-25 19:29:14

ફેસબૂકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. ઝકરબર્ગની પત્ની પ્રિસિલા ચૉને દીકરીને જન્મ આપ્યો છે, જેના અંગે તેમણે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જાણકારી આપી. ઝકરબર્ગે તસવીર પોસ્ટ કરીને લખ્યું- ઓરિલિયા ચૉન ઝકરબર્ગ, દુનિયામાં સ્વાગત છે. તું સાચે જ ઈશ્વરનો નાનકડો આશીર્વાદ છે. માર્ક ઝકરબર્ગ અને પ્રસિલાનું આ ત્રીજું બાળક છે. આ સિવાય ઝકરબર્ગની 5 વર્ષની બીજી દીકરી અગસ્તઅને 7 વર્ષની પહેલી દીકરી મેક્સિમાછે.

ઝકરબર્ગે 2 તસવીર પોસ્ટ કરી છે, એક તસવીરમાં ઝકરબર્ગ ન્યૂ બોર્ન બેબીને જોઈને હસી રહ્યા છે. ત્યાં જ, બીજી તસવીરમાં પ્રિસિલા ચૉન સાથે ન્યૂ બોર્ન બેબી જોવા મળી રહી છે. ફેસબૂક પર શેર કરવામાં આવેલી પોસ્ટને 1.9 મિલિયનથી વધારે લાઇક મળી છે. સતત લોકો ઝકરબર્ગની પોસ્ટ ઉપર કમેન્ટ કરીને બંનેને વધામણી આપી રહ્યા છે.

વર્ષ 2003થી ઝકરબર્ગ અને ચૉન સાથે છે
માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચૉન વર્ષ 2003થી સાથે છે. બંનેની મુલાકાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં થઈ હતી. તે પછી તેમણે સપ્ટેમ્બર 2010માં ફેસબૂક દ્વારા એકસાથે હોવાની ઘોષણા કરી હતી અને વર્ષ 2012માં બંનેએ લગ્ન કરી લીધા હતાં.

હાર્વર્ડ યુનિવર્સિટીના હોસ્ટેલથી ઝકરબર્ગે ફેસબૂકની શરૂઆત કરી
ઝકરબર્ગે પોતાના હાર્વડ યુનિવર્સિટીના હોસ્ટેલથી 4 ફેબ્રુઆરી 2004માં ફેસબૂકની શરૂઆત કરી. Datareportalના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં ફેસબૂકના દુનિયાભરમાં 2.963 બિલિયન એક્ટિવ યુઝર્સ હતાં, જેમના યુઝર્સ નવેમ્બર 2022થી લઇને જાન્યુઆરી 2023ની વચ્ચે 0.2% વધી ગયાં. નવા આંકડા જણાવે છે કે પૃથ્વીના લગભગ 37.0% લોકો ફેસબૂક યૂઝ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post