• Home
  • News
  • 5 વર્ષ પહેલાં પીએમ મોદીએ મનરેગા યોજનાની મજાક ઉડાવી હતી, લોકડાઉન દરમિયાન તેણે જ 2.63 કરોડ પરિવારોને રોજગારી આપી
post

દેશના ગ્રામીણ વિસ્તારોમાં 100 દિવસ રોજગારીની ગેરંટી આપતી આ યોજના યુપીએ સરકાર સમયે ઓગસ્ટ 2005માં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:09:34

નવી દિલ્હી: તારીખ 27 ફેબ્રુઆરી 2015.. દિવસઃ શુક્રવાર 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના અભિભાષણ અંગે થઈ રહેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે UPA સરકારના સમયે વર્ષ 2005માં આવેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેંટી યોજના(મનરેગા) પર એક ટિપ્પણી કરી હતી. 

મોદીએ કહ્યું હતું કે, મારી રાજકીય સમજણ કહે છે કે મનરેગા ક્યારેય બંધ ન કરશો. હું આવી ભૂલ ક્યારે ન કરી શકું. કારણ કે મનરેગા તમારી(UPA) નિષ્ફળતાઓનો જીવતુ જાગતું સ્મારક છે. આઝાદીના 60 વર્ષ પછી તમારે લોકોને ખાડા ખોદવા માટે મોકલવા પડ્યા.. આ તમારી નિષ્ફળતાનું સ્મારક છે. અને હું વાજતે ગાજતે તમારી નિષ્ફળતાનું ઢોલ વગાડીશ. દુનિયાને જણાવીશ કે આ ખાડા જે તમે ખોદી રહ્યા છો તે 60 વર્ષના પાપનું પરિણામ છે.

વડાપ્રધાન મોદી જ્યારે બોલી રહ્યા હતા, ત્યારે ગૃહમાં તેમની ટિપ્પણી UPAની યોજનાની મજાક ઉડાવતી જોવા મળી હતી. પરંતુ લોકડાઉનના બે મહિના જ્યારે દેશભરમાં મજૂર વર્ગ બેરોજગાર થઈને હિજરત કરી રહ્યો હતો, ત્યારે એક જ યોજના હતી જેને ગ્રામીણ વિસ્તારમાં 2.63 કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળ્યો હતો. દરેક પરિવાર લોકડાઉવવા 60 દિવસોમાંથી 17 દિવસ કામ મળ્યું, જે ખાવા પીવા અને જરૂરી ખર્ચા માટે પુરતું હતું. 

2020-21 માર્ચ અને એપ્રિલ મહીનામાં મનરેગા હેઠળ મળેલા રોજગારની સરખામણી ગત વર્ષ સાથે કરવામાં આવે તો વધારે ફરક જોવા નહીં મળે. નાણાકીય વર્ષ 2019-20માં 5.48 કરોડ પરિવારોને આ યોજના હેઠળ વર્ષભરમાં સરેરાશ 48 દિવસ કામ મળ્યું હતું. આ હિસાબથી આ નાણાકીય વર્ષના 2 મહિનાનો આંકડો ઠીક ઠાક જ કહેવાય.

મનરેગાથી સૌથી વધારે ફાયદામાં રહ્યું ભાજપ શાસિત રાજ્ય ઉત્તરપ્રદેશ
ભાજપ શાસિત રાજ્ય હોય થવા બિન ભાજપ શાસિત રાજ્ય, દરેક રાજ્યમા લોકડાઉન દરમિયાન આ યોજના લાખો ગરીબ પરિવારોનો સહારો બની હતી. ઉત્તરપ્રદેશને આ યોજનાનો સૌથી વધારે લાભ મળ્યો હતો. અહીંયા લોકડાઉન દરમિયાન 40 કરોડ પરિવારોને મનરેગાએ રોજગારી અપાવી હતી. અહીંયા 1091 કરોડ રૂપિયા માત્ર મજૂરોને મળતા મહેનતાણા પર ખર્ચાયા હતા. લોકડાઉન દરમિયાન જ યૂપીમાં મનરેગા હેઠળ 43 હજારથી વધારે કામ પણ પુરા થયા હતા.

મોદી સરકાર પણ મનરેગાના સહારેઃ કેન્દ્રએ 20 દિવસ પહેલા જ આ યોજનાને 40 હજાર કરોડ વધારે આપ્યા હતા.
આ વર્ષે બજેટમાં મનરેગા પર 61,500 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ 17મેના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણે મનરેગાને 40 હજાર કરોડ વધારે આપવાની વાત કહી હતી. એટલે કે મનરેગાના બજેટને સીધા સીધા 65% વધારી દેવાયા હતા. આ એટલા માટે કારણ કે લોકડાઉન દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં આ જ એક યોજના હતી, જે લોકોને રોજગાર આપી રહી હતી. અને પછી શહેરથી ગામ પાછા ફરેલા એ મજૂર, જેમની પાસે હવે કોઈ કામ વધ્યું નથી, તેમના માટે પણ સરકારે રોજગારની કોઈ વ્યવસ્થા કરવાની હતી. એવામાં મનરેગા પર બજેટ વધારવું જ સરકાર પાસે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હતો.

ગત વર્ષે કેન્દ્રીય કૃષિ મંત્રીએ મનરેગાને ઝડપથી બંધ કરવાની વાત કહી હતી 
ગત વર્ષે જૂલાઈમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે લોકસભાને જણાવ્યું હતું કે, મોદી સરકાર મનરેગાને વધારે દિવસ ચલાવવાના પક્ષમાં નથી. તોમરે કહ્યું હતું કે, આ યોજના ગરીબોના હિત માટે છે, જ્યારે સરકારનું અંતિમ લક્ષ્ય ગરીબીને ખતમ કરવાનું છે. એવામાં ગરીબી હટાવ્યા બાદ સરકાર મનરેગાને ખતમ કરી દેશે. 

કૃષિ મંત્રીએ નિવેદન તો આપી દીધું હતું પણ મોદી સરકારના ગત 4 વર્ષોને જ જોઈ લો તો સતત આ યોજના પર કેન્દ્ર સરકારે બજેટ વધાર્યું છે. 2017-18માં આ 48 હજાર હતું, જે 2018-19માં 55 હજાર કરોડ થયું. 2019-20માં મનરેગા માટે 60 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, સાથે જ 2020-21 માટે આ રકમ 61 હજાર 500 કરી દેવાઈ હતી.17 મે પછી 2020-21 માટે મનરેગા બજેટ 1 લાખ કરોડથી વધારે થઈ ચુક્યું છે.

શું છે મનરેગા યોજના?
મનરેગા યોજના UPA સરકારના કાર્યકાળ દરમિયાન લાગુ કરાઈ હતી. 23 ઓગસ્ટ 2005ના રોજ યોજનાનું બિલ સંસદમાં પાસ થયુ અને 2 ફેબ્રુઆરી 2006થી આ યોજના 200 પછાત જિલ્લમાં લાગુ કરાઈ હતી. હાલ આ દેશના 44 જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં લાગૂ છે. આ યોજનાનો હેતુ એક નાણાકીય વર્ષના 365 દિવસોમાંથી ગ્રામીણ વિસ્તારોના પરિવારોને 100 દિવસ સુધી રોજગારી ઉપલબ્ધ કરાવવાનું છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post