• Home
  • News
  • 10 દિવસ બાદ એર ઈન્ડિયાની ફલાઈટમાં મિડલ સીટનું બુકિંગ થશે નહિ
post

બોમ્બે હાઈકોર્ટે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે વચ્ચેની સીટને ખાલી રાખવાનો આદેશ આપ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-25 12:11:14

નવી દિલ્હી: હવાઈ મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે એર ઈન્ડિયા અગામી 10 દિવસ સુધી સંપૂર્ણ ફલાઈટ ચલાવી શકે છે, કારણ કે બુકિંગ પહેલા થઈ ચૂક્યા છે પરંતુ મિડલ સીટો માટેનું બુકિંગ 10 દિવસ પછી થઈ શકશે નહિ.

આ સિવાય સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને ઈન્ટરનેશનલ ફ્લાઈટની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે અલગ આદેશ આપવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને એર ઈન્ડિયાએ બોમ્બે હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે મિડલ સીટનું બુકિંગ ન કરવાનો આદેશ આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post