• Home
  • News
  • ચમત્કાર! અયોધ્યાના રામલલા જેવી જ આબેહૂબ મૂર્તિ નદીમાંથી મળી આવી, 1000 વર્ષ છે જૂની
post

પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-07 15:11:40

કર્ણાટકના રાયચૂર જિલ્લામાં ચમત્કાર થયો છે. એક ગામમાં કૃષ્ણા નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતી. જે આશરે એક હજાર વર્ષ જૂની હોવાનો દાવો કરાયો છે. ખાસ વાત એ છે કે આ મૂર્તિ એકદમ રામલલાની નવી બનાવાયેલી મૂર્તિ જેવી જ છે.  ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરાઈ હતી. 


કઈ સદીની હોઈ શકે છે આ મૂર્તિ? 

પુરાતત્વવિદોએ કહ્યું કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની હોઈ શકે છે. ભગવાન વિષ્ણુના વિગ્રહની સાથે એક પ્રાચીન શિવલિંગ પણ મળી આવ્યું હતું. ભગવાન વિષ્ણુના આ વિગ્રહનો રૂપ રંગ અને સ્વરૂપ અયોધ્યામાં રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત વિગ્રહથી મેળ ખાય છે. 

મૂર્તિ કેવી દેખાય છે? 

ભગવાન વિષ્ણુની આ મૂર્તિના પ્રભામંડળની ચારેબાજુ દશાવતારો ઉકેરાયા છે. મૂર્તિ પર મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિમ્હા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ બુદ્ધ અને કલ્કી અલંકૃત છે. વિષ્ણુની મૂર્તિના ચાર હાથ છે જેમાં બે ઉપર ઊઠેલા હાથ શંખ અને ચક્રથી સુસજ્જ છે. નીચે અને સીધા બે હાથ આશીર્વાદની મુદ્રામાં છે. તેમાં એક કટિ હસ્ત અને બીજો વરદ હસ્ત છે. 


adv

Related News

post
post
post
post
post
post
post