• Home
  • News
  • મોદીને ગ્રીસનું બીજું સૌથી મોટું સન્માન મળ્યું:PMએ ભારતીયોને કહ્યું- ઊજવણીનો માહોલ હોય તો દેશ જલ્દી પહોંચવાનું મન થાય છે
post

ગ્રીસ સરકારે મને બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. તમે અને 140 કરોડ ભારતીયો આ સન્માનના હકદાર છો.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-26 18:30:01

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસની એક દિવસની મુલાકાત બાદ શુક્રવારે રાત્રે (25 ઓગસ્ટ) ભારત જવા રવાના થયા હતા. તેમણે શુક્રવારે રાત્રે રાજધાની એથેન્સમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. ચંદ્રયાન-3 ની સફળતા પર કહ્યું- જ્યારે ઊજવણીનો માહોલ હોય છે, ત્યારે એવું લાગે છે કે વહેલી તકે દેશ પહોંચવાનું મન થાય છે.

PMએ કહ્યું- ભારતે શ્રાવણ મહિનામાં એક મહત્ત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. આપણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બની ગયા છીએ. ભારતને વિશ્વ તરફથી અભિનંદન સંદેશો મળી રહ્યા છે.

ગ્રીસ સરકારે મને બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. તમે અને 140 કરોડ ભારતીયો આ સન્માનના હકદાર છો.

મોદીના ભાષણના અન્ય કેટલાક મહત્ત્વના મુદ્દા

·         ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર અમારી વચ્ચે તાલમેળ છે. પછી ભલે તે ઈન્ડો-પેસિફિક હોય કે ભૂમધ્ય સમુદ્ર.

·         40 વર્ષના લાંબા સમય બાદ ભારતીય વડાપ્રધાન ગ્રીસ આવવાનું થયું છે. આમ છતાં અમારા ગાઢ સંબંધો ઘટ્યા નથી.

·         અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરીશું. અમે સંરક્ષણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સંમત થયા છીએ. આતંકવાદના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

·         અમે નક્કી કર્યું છે કે અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત માટે એક પ્લેટફોર્મ હોવું જોઈએ. અમે 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીશું.

·         કૃષિ ક્ષેત્રે સહકાર માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે કામ કરવું જોઈએ. અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

·         ચંદ્રયાનની સફળતા માત્ર ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે. આ તમામ વૈજ્ઞાનિકોને મદદ કરશે.

·         મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનરનું સન્માન આપવામાં આવ્યું. મેં 140 કરોડ ભારતીયો વતી આ સન્માન સ્વીકાર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post