• Home
  • News
  • ઈઝરાયેલમાં ફાઈઝરની વેક્સિન લીધા પછી 12000થી વધુ લોકો કોરોના પોઝિટિવ
post

સમગ્ર વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૭૪,૨૫,૧૨૯ થઈ ગઈ છે અને ૯ કરોડ ૭૫ લાખની નજીક પહોંચી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:50:32

ન્યૂ યોર્ક ઈઝરાયેલમાં ફાઈઝર બાયોએન્ટેકની વેક્સિન આપવામાં આવ્યા પછી ૧૨,૦૦૦થી વધુ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ઈઝરાયેલનાં આરોગ્ય મંત્રાલય દ્વારા ૧૯મી ડિસેમ્બરથી અહીં વેકિસન ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં ૧,૮૦,૦૦૦ લોકોને વેક્સિન અપાઈ હતી. ઈઝરાયેલની ૨૫ ટકા વસ્તીને વેકિસન આપવામાં આવી છે જેમાં ૩.૫ ટકાએ તો વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લીધો છે. બીજી તરફ ઉઁર્ંનાં અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોનાની વેક્સિન તમામ લોકો સુધી પહોંચશે. જેમને વેક્સિન જોઈશે તેમને પહોંચાડાશે. દરેક દેશમાં ૧૦૦ દિવસમાં વેક્સિનની કામગીરી શરૂ કરાશે.


વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા ૯.૭૮ કરોડની નજીક

સમગ્ર વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૯,૭૪,૨૫,૧૨૯ થઈ ગઈ છે અને ૯ કરોડ ૭૫ લાખની નજીક પહોંચી છે. ૨૦,૮૬,૧૯૪નાં મોત થયા છે. ૭,૦૦,૦૨,૩૩૨ લોકો સાજા થયા છે. જો કે હજી ૨,૫૩,૩૬,૬૦૩ કેસ એક્ટિવ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૭૬,૬૫૦ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૭૩૫૦નાં મોત થયા છે. આ ઉપરાંત ફ્રાન્સમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૬,૭૮૪ કેસ નોંધાયા હતા. બે મહિના પછી ફરી સૌથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લે ૨૮ નવેમ્બરે ૨૮,૩૯૩ કેસ નોંધાયા હતા. અમેરિકામાં કુલ સંક્રમિતોનો આંકડો ૨ કરોડ ૫૦ લાખને પાર થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post