• Home
  • News
  • 30.65 લાખથી વધુ કેસ: અમેરિકામાં 10 લાખ દર્દી, અહીં 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા
post

કોરોના વાઈરસનું એપી સેન્ટર ગણાતું ચીન કરતા પોઝિટિવ કેસની બાબતમાં નવ દેશ આગળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 10:43:42

ન્યૂયોર્ક: વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 હજાર 803 થઈ ગયો છે, જ્યારે કુલ પોઝિટિવ કેસ 10 લાખ 10 હજાર 507 નોંધાયા છે. અમેરિકામાં 57 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

WHO
નું ફંડિંગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરૂ
અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડિંગને રોકવાના નિર્ણયની તપાસ શરૂ કરી છે.  કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોટ એન્જલે વિદેશ મંત્રાલય પાસેથી આ નિર્ણય સંબંધમાં જરૂરી સૂચના અને દસ્તાવેજો ચાર મે સુધી સમિતિને આપવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં WHOથી ઘણી ભૂલો થઈ હોવાની વાત કહીને અમેરિકાએ ફંડને રોક્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 27 હજાર નજીક

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં અહીં 1 લાખ 99 હજાર 414 કેસ નોંધાયા છે, જ્યારે 26 હજાર 977 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધારે મોત અહીં થયા છે. અહીં 24 કલાકમાં 333 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સંક્રમણના એક હજારથી વધારે કેસ નોંધાયા છે.દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે અમુક જરૂરી વસ્તુની દુકાનોને ખોલવાની છૂટ અપાઈ છે. ઈટાલીમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો. ફ્રાન્સમાં 23 હજારથી વધારે મોત
ફ્રાન્સમાં 24 કલાકમાં 437 લોકોના મોત થયા છે અને 3764 નવા કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 23 હજાર 293 થઈ ગયો છે. દેશમાં કુલ કેસ 1 લાખ 65 હજાર 842 નોંધાયા છે. 17 માર્ચથી ફ્રાન્સમાં લોકડાઉન છે.

ઈઝરાયલ: ત્રણ મેથી સ્કૂલો ખુલશે
ઈઝરાયલમાં ત્રમ મેથી તબક્કાવાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કરાયો છે. દરેક ઘોરણમાં ઓછા બાળકોને રાખવાનું નક્કી કરાયું છે. આ દરમિયાન સફાઈ અને બાળકો વચ્ચેના અંતર ઉપર વધારે ધ્યાન અપાશે. 24 કલાકમાં અહીં 112 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 15 હજાર 555 થઈ ગઈ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. સોમવારે અહીં 469 લોકોને સારવાર પછી રજા અપાઈ હતી, અત્યાર સુધીમાં કુલ 7200 લોકો સાજા થઈ ગયા છે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 2 લાખ 29 હજાર 422 નોંધાયા છે જ્યારે 23 હજાર 521 લોકોએ જીવ ગુમાવ્યા છે.ફ્રાન્સમાં 1 લાખ 65 હજાર 842 પોઝિટિવ કેસ  નોંધાયા છે, જ્યારે 23 હજાર 293 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

જર્મની વાત કરીએ તો અહીં કુલ 1 લાખ 58 હજાર 758 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 38 હજાર 132 જ એક્ટિવ કેસ છે. અહીં 1 લાખ 14 હજાર 500 લોકોને સારવાર પછી રજા  અપાઈ છે. જ્યારે 6126 લોકો મોતને ભેટ્યા છે.
ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા

ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. રશિયામાં કુલ 87 હજાર 147 કેસ નોંધાયા છે. અહીં 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં 82 હજાર 836 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ કોરોના વાઈરસનું એપી સેન્ટર ગણાતું ચીન કરતા પોઝિટિવ કેસની બાબતમાં નવ દેશ આગળ છે, ચીન 10માં નંબરે આવી ગયું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post