• Home
  • News
  • 31,361 કેસ, મૃત્યુઆંક-1008: 1000થી વધુ દર્દી વાળા 9 રાજ્યોમાંથી તેલંગાણામાં 37% અને દિલ્હીમાં 33% દર્દીઓને રજા અપાઈ
post

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દર્દીઓના સાજા થવાની ટકાવારી 23 ટકા થઈ, 17 દિવસથી 28 જિલ્લામાં એક પણ કેસ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:15:17

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31,361 થઈ ગઈ છે. અને અત્યાર સુધી દેશમાં 1,008 લોકોના મોત થયા છે.મંગળવારે ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206, રાજસ્થાનમાં 102, તમિલનાડુમાં 121, આંધ્ર પ્રદેશમાં 82, પશ્ચિમ બંગાળમાં 48 સહિત 1100 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.આ આંકડાઓ  covid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી માહિતી પ્રમાણે છે. કોરોના વાઈરસના કારણે હરિયાણાના ફરીદાબાદની તમામ બોર્ડર સીલ કરી દેવાઈ છે. હરિયાણા સરકારને લાગી રહ્યું છે કે દિલ્હીથી આવતા જતા લોકોથી તેમને જોખમ થઈ શકે છે.જેથી દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદથી તમામ બોર્ડર સીલ કરાઈ છે. 

મહત્વના અપડેટ્સ

·         દિલ્હીની આઝાદપુર મંડીમાં 11 વેપારી કોરોના પોઝિટિવ, ઘણી દુકાનો સીલ કરાઈ 

·         હરિદ્વારના એક ગામમાં કોવિડનો સર્વે કરવા પહોંચેલી મેડિકલ ટીમ સાથે મારઝૂડ કરાઈ 

·         ફરીદાબાદમાં આજે બપોરે 12 વાગ્યા પછી દિલ્હીમાં કામ કરનારા ડોક્ટર્સ, બેન્ક કર્મચારી અને પોલીસ વાળા પણ એન્ટ્રી નહીં કરી શકે.

·         ઝારખંડની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના ડિરેક્ટરે રાજીનામું આપી દીધું છે

·         કેદારનાથ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા, લોકડાઉનના કારણે ભક્તોને જવાની મંજૂરી નહીં અપાય

·         2 દિવસમાં 8 પોલીસકર્મી પોઝિટિવ મળી આવ્યા, તેમના નજીકના લોકોને ક્વૉરન્ટીન કરાયાઃપૂણે પોલીસ

પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા  

દિવસ

કેસ

28 એપ્રિલ

1866

25 એપ્રિલ

1835

23 એપ્રિલ

1667

26 એપ્રિલ

1607

19 એપ્રિલ

1580

26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્રશાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય

કેટલા સંક્રમિત

કેટલા સાજા થયા 

કેટલા મોત 

મહારાષ્ટ્ર

9318

1388

400

ગુજરાત

3774

434

181

દિલ્હી

3314

1078

54

રાજસ્થાન

2364

770

52

મધ્યપ્રદેશ

2387

373

120

તમિલનાડુ

2058

1128

25

ઉત્તરપ્રદેશ

2053

462

34

આંધ્રપ્રદેશ

1259

258

31

તેલંગાણા

1009

374

25

પશ્વિમ બંગાળ

697

109

20

જમ્મુ-કાશ્મીર

565

176

08

કર્ણાટક

523

207

20

કેરળ

486

359

04

પંજાબ

442

101

19

હરિયાણા

308

224

03

બિહાર

366

64

02

ઓરિસ્સા 

118

38

01

ઝારખંડ

105

19

03

ઉત્તરાખંડ

54

34

00

હિમાચલ પ્રદેશ

40

22

02

આસામ

38

27

01

છત્તીસગઢ

38

34

00

ચંદીગઢ

56

17

00

આંદામાન-નિકોબાર

33

18

00

લદ્દાખ

22

16

00

મેઘાલય

12

00

01

પુડ્ડચેરી

08

04

01

ગોવા

07

07

00

મણિપુર

02

02

00

ત્રિપુરા

02

02

00

અરુણાચલ પ્રદેશ

01

01

00

મિઝોરમ

01

01

00

 

adv

Related News

post
post
post
post
post
post
post