• Home
  • News
  • તુર્કી-સિરિયામાં 34 હજારથી વધુ લોકોનાં મોત:સિરિયા બોર્ડર પરથી 3 દેશની રેસ્ક્યૂ ટીમ પાછી ફરી, બળવાખોરોની અથડામણમાં રેસ્ક્યૂ ટીમના જીવને જોખમ
post

ભૂકંપ પછી અનેક બિલ્ડિંગ નષ્ટ થઈ ગયાં. અહીં હજી રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 17:45:32

તુર્કી અને સિરિયામાં ભૂકંપથી ખતરનાક વિનાશ થયો છે. આ બંને દેશમાં અત્યારસુધી 34 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. મૃત્યુનો આંકડો સતત વધતો જઇ રહ્યો છે. આ દરમિયાન અનેક દેશ સિરિયા બોર્ડર પર રેસ્કયૂ-ઓપરેશન છોડીને પાછા ફરી રહ્યા છે. રવિવારે ઇઝરાયલે સુરક્ષાનાં કારણોનો હવાલો આપીને પોતાની ટીમ હતજાલા ગ્રુપને ઇમર્જન્સી ફ્લાઇટથી પાછી બોલાવી લીધી. આ પહેલાં જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના બચાવદળને તુર્કીથી બોલાવી લીધા હતા.

જોકે ઇઝરાયલ સહિત અનેક દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીને ઇનપુટ મળ્યા છે કે તુર્કીની બોર્ડર પર વિવિધ જૂથો વચ્ચે હિંસક અથડામણ થવાની છે, જેથી ત્યાં પહોંચેલા બચાવ કર્મચારીઓના જીવને જોખમ છે. જર્મનીના બચાવદળે પણ જણાવ્યું હતું કે ત્યાં ગોળીબાર થઈ રહ્યો છે. ત્યાં તુર્કીના કહરામનમારસમાં રવિવારે મોડી રાતે 4.7 તીવ્રતાનો એક અન્ય ભૂકંપનો ઝટકો અનુભવ થયો છે. તુર્કીમાં 6 ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપ પછી સતત આફ્ટરશોક આવી રહ્યા છે, જેનાથી લોકો પરેશાન છે.

અંતાક્યામાં લોકો શબના ઢગલામાં પોતાના પરિવારને શોધી રહ્યા છે
તુર્કીના અંતાક્યા શહેરમાં લોકો શબના ઢગલામાં પોતાના પરિવારને શોધી રહ્યા છે. અહીં એક 12 માળનું બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે. ભૂકંપ દરમિયાન એમાં લગભગ એક હજાર લોકો હાજર હતા. 6 દિવસ પછી અહીંથી શબને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આ શબની ઓળખ કરવી મુશ્કેલ છે, એટલે તેમને બોડી બેગમાં ભરવામાં આવી રહ્યા છે. પરિવારજન આ બેગને ખોલીને પોતાના પરિવારના લોકોને શોધી રહ્યા છે.

ભૂકંપ સાથે જોડાયેલાં અન્ય અપડેટ્સ

·         વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના ચીફ ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસિસે સિરિયાને 110 ટન મેડિકલ સપ્લાય આપવાની ઘોષણા કરી છે.

·         ભૂકંપ પ્રભાવિત શહેરોમાં બિલ્ડિંગ કોન્ટ્રેક્ટર્સ વિરુદ્ધ તપાસ કરવામાં આવી છે, એ પછી તુર્કી 113 બિલ્ડિંગ કોન્ટ્રેક્ટર્સની ધરપકડ કરવામાં આવી છે.

·         તુર્કીમાં 29,605થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. સિરિયામાં 4574 લોકો માર્યા ગયા છે. મૃત્યુનો કુલ આંકડો 33,158 થઈ ગયો છે.

·         તુર્કીના 8 પ્રાંતથી લૂંટફાટના આરોપમાં 98 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 42 લોકો હતાય પ્રાંતના છે.

·         UNની મદદ મોકલનાર ઇકાઈના ચીફ માર્ટિન ગ્રિફિથ્સે કહ્યું- ભૂકંપથી થયેલાં મૃત્યુનો આંકડો ડબલ હોઈ શકે છે. જેમ-જેમ કાટમાળ દૂર થશે, શબ મળવા લાગશે.

6 ફેબ્રુઆરીએ 3 મોટા ભૂકંપ આવ્યા હતા

·         તુર્કી અને સિરિયામાં 6 ફેબ્રુઆરીએ સવારે 3 મોટા ભૂકંપ આવ્યા હતા. તુર્કીના સમય પ્રમાણે, પહેલો ભૂકંપ સવારે ચાર વાગ્યે (7.8), બીજો લગભગ 10 વાગ્યે (7.6) અને ત્રીજો બપોરે 3 વાગ્યે (6.0) આવ્યો.

·         આ સિવાય 243 આફ્ટર શોક્સ પણ નોંધવામાં આવ્યા છે, જેની તીવ્રતા 4થી 5 રહી. તુર્કીમાં 7 ફેબ્રુઆરીએ સવારે 8.53 વાગે ભૂકંપ આવ્યો. એ પછી બપોરે 12.41 વાગે 5.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.


દુનિયામાં દર વર્ષે 20 હજાર ભૂકંપ આવે છે.
દુનિયામાં દર વર્ષે અનેક ભૂકંપ આવે છે, પરંતુ એની તીવ્રતા ઓછી હોય છે. નેશનલ અર્થક્વેક ઇન્ફોર્મેશન સેન્ટર દર વર્ષે લગભગ 20,000 ભૂકંપ રેકોર્ડ નોંધે છે, જેમાંથી 100 ભૂકંપ એવા છે જે વધુ નુકસાન પહોંચાડે છે. એ થોડી સેકન્ડ સુધી ચાલે છે. ઇતિહાસનો સૌથી લાંબો ભૂકંપ 2004માં હિંદ મહાસાગરમાં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી ચાલ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post