• Home
  • News
  • વિશ્વભરમાં 2.65 લાખ લોકોના જીવ ગયા: અમેરિકામાં મૃત્યુઆંક 75 હજાર નજીક
post

13 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા આપવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 11:22:33

ન્યૂયોર્ક: વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના 38 લાખ 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. 2.65 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

અમેરિકામાં 80 લાખ લોકોના ટેસ્ટ કરાયા
અમેરિકામાં 12.63 લાખ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં 74 હજાર 799 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2.13 લાખ લોકોને સારવાર પછી અહીં રજા અપાઈ છે. અમેરિકામાં કુલ 80 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના જીવ ગયા છે અને 25 હજાર 459 નવા કેસ મળ્યા છે. નૂયોર્કમાં મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યુમોએ કહ્યું હતું કે એક દિવસમાં અહીં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોરોના અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વ્હાઈટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સને વિસર્જન નહી કરે. એક દિવસ પહેલા તેમણે અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે આ ફોર્સનું વિસર્જન કરી અર્થવ્યવસ્થા ખોલનાર ગ્રુપ બનાવવાની વાત કરી હતી. પરંતુ હવે આ પેનલ વેક્સીન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.

ટ્રમ્પે કોરોના સંક્રમણની તુલના પર્લ હાર્બર હુમલાસાથે કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી દેશ ઉપર થયેલા હુમલામાં આ સૌથી ખરાબ હુમલો છે. જો ચીન સમયની સાથે પગલા ભર્યા હોત તો આ મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં ન લીધું હોત. 7 ડિસેમ્બર 1941 થયેલા હુમલામાં લગભગ અઢી હજાર લોકોના જીવ ગયા હતા.

સ્પેનમાં 1.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
સ્પેનની વાત કરીએ તો અહીં કુલ 2 લાખ 53 હજાર 682 કેસ નોંધાયા છે જેમાં 25 હજાર 857 લોકોના મોત થયા છે. સ્પેનમાં હાલ 68 હજાર 466 એક્ટિવ કેસ છે, અહીં 1.59 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક

30 હજાર મોત સાથે બ્રિટન કોરોના મહામારીમાં મૃત્યુઆંકની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે અને યુરોપમાં પ્રથમ નંબરે આવી ગયું છે. બ્રિટનમાં કુલ બે લાખથી વધારે કેસ નોંધાયા છે જ્યારે 30 હજાર 76 લોકોએ જીવ ગુમાવ્યા છે.  બ્રિટનમાં એક દિવસમાં 649 લોકોના મોત થયા છે અને પાંચ હજાર નવા કેસ નોંધાયા છે. અહીં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી શકે છે. ઈટાલીમાં 29 હજાર 684 લોકોએ અને સ્પેનમાં 25 હજાર 857 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીમાં એક્ટિવ કેસ 21 હજાર
જર્મનીમાં કુલ 1.68 લાખથી વધારે કેસ નોંધાયા છે. અને 7 હજાર 275 લોકોના મોત થયા છે. જર્મનીમાં 27.56 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અહીં એક્ટિવ કેસ માત્ર 21 હજારની આસપાસ છે. જ્યારે 1.40 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post