• Home
  • News
  • અલગ અલગ દેશોમાં રવિવારે 5થી વધુની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
post

રવિવારે અલગ અલગ તીવ્રતાવાળા કુલ 342 આંચકા અનુભવાયા, અમેરિકાના મરિઆના આઇલેન્ડમાં 6ની તીવ્રતાનો ભૂકંપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 11:00:02

ગુજરાતમાં રવિવારે 5.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ સમયે વિશ્વના અલગ અલગ દેશોમાં પણ 5થી વધુની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. અમેરિકાના મરિઆના આઇલેન્ડમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સિવાય તુર્કીમાં 5.9, તાઇવાનમાં 5.3 અને ઇન્ડોનેશિયામાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ આંકડા Volcanodiscovery વેબાસઇટના અર્થક્વેક રિપોર્ટના આધારે છે. 

આંકડા પ્રમાણે 14 જૂને રવિવારે 2 થી લઇને 6ની તીવ્રતાવાળા કુલ 342 આંચકા વિશ્વના અલગ અલગ દેશોમાં નોંધાયા હતા. 6ની તીવ્રતાવાળો ભૂકંપ અમેરિકાના મરિઆના આઇલેન્ડમાં 20 કલાક પહેલા 13 તારીખે નોંધાયો હતો. 5ની તીવ્રતાવાળા ભૂકંપ ચાર દેશોમાં નોંધાયા હતા જેમાં આજે ગુજરાતમાં આવેલો ભૂકંપ પણ સામેલ છે. 7 કે તેથી વધુની તીવ્રતાવાળો ભૂકંપ ક્યાંય નોંધાયો નથી. 4 કે તેથી વધુની તીવ્રતાવાળા 30 ભૂકંપ નોંધાયા છે. 

આંકડા
તીવ્રતા  અને ભૂકંપની સંખ્યા
2+      202
3+      105
4+       30
5+        4
6+        1

 

adv

Related News

post
post
post
post
post
post
post