• Home
  • News
  • 2023ની સૌથી બકવાસ ફિલ્મ : બની 45 કરોડમાં, કમાણી થઈ 1 લાખ રૂપિયા, રેટિંગ પણ 1.5
post

રિલીઝ પહેલા અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ધ લેડી કિલર વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. આ વર્ષની તે ફિલ્મ છે, જેને લીડ સ્ટાર્સે પ્રમોટ પણ નહોતી કરી. ડાયરેક્ટર અજય બહલે દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ પહેલા સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ નહોતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-28 17:30:01

શાહરુખ ખાનની પઠાણ-જવાન, સની દેઓલની ગદર 2, સલમાન ખાનની ટાઈગર 3, રણબીર કપૂરની એનિમલ થી પ્રભાસની સાલાર સુધી બોક્સ ઓફિસ પર આવતા જ છવાઈ ગઈ. આ ફિલ્મોની વચ્ચે ઘણી એવી ફિલ્મો પણ આવી, જેને લોકોએ બિલકુલ પણ પસંદ કરી નહીં પરંતુ શું તમે તે ફિલ્મ વિશે જાણો છો જે ઠીક બજેટમાં તૈયાર થઈ અને કમાણી 1 ટકા પણ કરી શકી નહીં અને વર્ષ 2023ની મહા-બકવાસ ફિલ્મ સાબિત થઈ.

વર્ષ 2023 હિંદી સિનેમાના ઘણા સ્ટાર્સ માટે ખૂબ સારુ રહ્યુ. અમુક સ્ટાર્સ માટે આ વર્ષ તે વર્ષોમાં ગણાશે જે તેઓ ક્યારેય યાદ પણ કરવા માંગશે નહીં. મોટા બેનરની પઠાણ, કિસી કા ભાઈ કિસી કી જાન, શહેજાદા, તૂ જૂઠી મે મક્કાર, ભોલા, રોકી ઓર રાની કી પ્રેમ કહાની, જવાન, એનિમલ, ડંકી, ડ્રીમ ગર્લ 2, સત્યપ્રેમ કી કથા, ટાઈગર 2 થી આદિપુરુષ સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે. આ ફિલ્મોની વચ્ચે એક એવી ફિલ્મ આવી જેમાં બે ફેમસ સ્ટાર્સે લીડ પાત્ર નિભાવ્યુ પરંતુ ફિલ્મ મહાબકવાસ સાબિત થઈ.

આ વર્ષે 3 નવેમ્બરે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની એક ફિલ્મ રિલીઝ થઈ, જેનું નામ હતુ 'ધ લેડી કિલર'. ફિલ્મને અજય બહલે ડાયરેક્ટ કરી છે. વર્ષ 2023માં આમ તો ઘણી ફ્લોપ ફિલ્મો આવી, જેમ કે કિસી કા ભાઈ કિસી કી જાન, ગણપત અને સેલ્ફી પરંતુ આ વર્ષ 2023નું મહાફ્લોપ સાબિત થયુ. આ ફિલ્મને આ વર્ષનું સૌથી ઓછુ 1.5 રેટિંગ પ્રાપ્ત થયુ છે.

રિલીઝ પહેલા અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ધ લેડી કિલર વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. આ વર્ષની તે ફિલ્મ છે, જેને લીડ સ્ટાર્સે પ્રમોટ પણ નહોતી કરી. ડાયરેક્ટર અજય બહલે દાવો કર્યો હતો કે ફિલ્મ રિલીઝ પહેલા સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ નહોતી.

ફિલ્મ ઊંધા માથે પછડાઈ તો ડાયરેક્ટર અજય બહલે માન્યુ કે ફિલ્મને અધૂરી જ રિલીઝ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે 117 પાનાના સ્ક્રીનપ્લેમાં 30-40 પાનાનું શૂટિંગ બાકી હતુ પરંતુ તે પહેલા તેને રિલીઝ કરવી પડી તે પણ અધૂરી. જોકે, બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછુ લીધુ હતુ અને કહ્યુ કે તેમણે આવુ માત્ર મજાકમાં કહ્યુ હતુ. 

45 કરોડમાં આ ફિલ્મ તૈયાર થઈ હતી. ફિલ્મનું બોક્સ ઓફિસ આવુ હતુ, જેને સાંભળીને તમે દંગ રહી જશો. પહેલા દિવસે માત્ર 38 હજાર રૂપિયાનું કલેક્શન કર્યુ હતુ. ફિલ્મનું કુલ કલેક્શન માત્ર 1 લાખ હતુ.

ધ લેડી કિલર ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે. રિલીઝ થવા પર ફિલ્મની ખૂબ ટીકા કરવામાં આવી. દેશભરમાં માત્ર 12 શો સાથે આ રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે ભારતમાં માત્ર 293 ટિકિટ વેચાઈ હતી અને ફિલ્મે પહેલા દિવસે માત્ર 38,000 ની સામાન્ય કમાણી કરી હતી.



adv

Related News

post
post
post
post
post
post
post