માલદીવના રાષ્ટ્રપતિનો ઈસ્લામિક એજન્ડા, રોજા તોડવા બદલ ધરપકડ
માલે: માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ હવે દેશને
ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. મુઇઝ્ઝુ પોતાને ઇસ્લામના
રક્ષક તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુઇઝ્ઝુ માલદીવને બિનસાંપ્રદાયિક દેશ
તરીકે જાળવી રાખવા માટે સોલિહની માવદીવિયન ડેમોક્રેટિક પાર્ટી પર સતત નિશાન સાધી
રહ્યા છે. હવે મુઇઝ્ઝુએ માલદીવમાં 24મી એપ્રિલે યોજાનારી સંસદીય ચૂંટણી માટે ટ્રમ્પ કાર્ડ તરીકે
ઈસ્લામિક કાર્ડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ઇસ્લામનું કડક પાલન ન કરનારાઓ સામે
પણ કાર્યવાહી તેજ કરી છે. માલદીવ પોલીસે રમજાન દરમિયાન રોજા તોડવા બદલ 12 લોકોની ધરપકડ કરી છે.
મુઇઝ્ઝુ સત્તામાં આવ્યા પછી નાતાલની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને
કેટલાક નેતાઓએ ભારત દ્વારા પ્રાયોજિત યોગ કાર્યક્રમોને બિન-ઇસ્લામિક ગણાવ્યા હતા.
મુઇઝ્ઝુ તૂર્કિયની પડખે, પ્રથમ વિદેશયાત્રા પણ
કરી
નિષ્ણાતોનું કહેવું છે કે માલદીવના ઈસ્લામિકરણને પ્રોત્સાહન આપવાથી આવનારાં
વર્ષોમાં દેશ માટે વિનાશક પરિણામો આવશે. કારણ કે દેશ ધર્મનિરપેક્ષ ભારતના માર્ગથી
દૂર થઈને ઈસ્લામિક વિશ્વ તરફ આગળ વધી રહ્યો છે. તે પણ સત્ય છે કે સલાફિવાદ અને
વહાબીઝમ (બિન-ઇસ્લામિક રીત-રિવાજો નાબૂદ કરવા) જેવી કટ્ટરવાદી વિચારધારાઓ
માલદીવમાં લોકપ્રિય છે. જેના કારણે માલદીવના 250થી વધુ લોકો સીરિયામાં
લડવા માટે ગયા છે. 400થી વધુ લોકોએ બહાર જવાનો પ્રયાસ કર્યો. મુઇઝ્ઝુના નેતૃત્વમાં માલદીવ તૂર્કિયે
સાથે પણ સંબંધો બનાવી રહ્યું છે. તેમની પ્રથમ વિદેશયાત્રા તૂર્કીયે હતી. આ
ઈસ્લામિક બ્લોકમાં જવાના સંકેત છે. માલેએ ઘણાં ડ્રોન ખરીદવા માટે તેની સાથે 300 કરોડ રૂપિયાનો સોદો
કર્યો છે, જે પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાશે.
મુઇઝ્ઝુ બહુમતી વિના
મંત્રીની નિમણૂકો કરી શકશે નહીં
માલદીવમાં આગામી 24 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. માલદીવના બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ મંત્રી
પદ અને સ્વતંત્ર સંસ્થાઓમાં કોઈ પણ નિમણૂક કરી શકે છે પરંતુ આ નિમણૂકો અસરકારક
બનવા માટે તેમને સંસદમાં બહુમતી જરૂરી છે. નોંધનીય છે કે મુઇઝ્ઝુ માટે સંસદીય
ચૂંટણી જીતવી મહત્ત્વપૂર્ણ છે. જો તેમની પાર્ટી સંસદમાં બહુમતી હાંસલ કરી શકતી નથી
અથવા ગઠબંધન બનાવવામાં અસમર્થ હશે, તો તે તેમની નીતિઓ લાગુ
કરવામાં નિષ્ફળ જશે. તેમને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની એમડીપી
તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે, જેમની પાસે હાલમાં
સંસદમાં બહુમતી છે. ડિસેમ્બરના અંતમાં 13 સાંસદો એમડીપી છોડીને
મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કોંગ્રેસ (પીએનપી)માં જોડાયા હતા, પરંતુ આનાથી એમડીપીનો
આધાર એટલો નબળો પડ્યો ન હતો.