• Home
  • News
  • IPLમાં મુંબઈએ જીતની કરી શરૂઆત, દિલ્લીને 29 રનથી હરાવ્યું, રોમારિયો શેફર્ડે છેલ્લી ઓવરમાં 32 રન ફટકાર્યા
post

મુંબઈએ આકાશ મધવાલને ઈમ્પેક્ટ પ્લેયર બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-08 17:46:03

મુંબઈ: મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં તેમની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC)ને 29 રનથી હરાવ્યું હતું.રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ડબલ હેડરની પ્રથમ મેચમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 205 રન જ બનાવી શકી હતી.

છેલ્લી ઓવરમાં મુંબઈએ ઓવરમાં 32 રન બનાવ્યા:

મુંબઈના દાવની છેલ્લી ઓવરમાં 32 રન થયા હતા. રોમારિયો શેફર્ડે એનરિક નોર્કિયાના તમામ 6 બોલમાં બાઉન્ડરી ફટકારી હતી. જેમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. શેફર્ડે 10 બોલમાં 39 રન અને ટિમ ડેવિડે 21 બોલમાં 45 રન બનાવ્યા હતા. બંનેએ 53 રનની અણનમ ભાગીદારી કરી હતી. રોહિત શર્માએ 49 અને ઈશાન કિશને 42 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 39 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી.

સિઝનની પ્રથમ મેચમાં મુંબઈનો વિજય થયો:

ગેરાલ્ડ કોત્ઝીની સફળ ઓવર બાદ મુંબઈએ સિઝનની પ્રથમ મેચ જીતી લીધી છે. ટીમે દિલ્હીને 29 રને હરાવ્યું હતું. કોત્ઝીએ છેલ્લી ઓવરમાં લલિત યાદવ, કુશાગ્ર કુમાર અને જાય રિચાર્ડસનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post