• Home
  • News
  • ફ્રાન્સમાં કટ્ટરવાદ ચરમસીમાએ:આતંકવાદી હુમલામાં મહિલાનું ગળું કાપી હત્યા, ચર્ચની બહાર પણ બેની હત્યા; PM મોદીએ કહ્યું- આતંકવાદ સામેની લડાઈમાં ભારત ફ્રાન્સ સાથે
post

હાલ એ સ્પષ્ટ નથી કે આ હુમલાનું કનેક્શન પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવું છે કે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-30 10:38:17

ફ્રાન્સમાં 15 દિવસમાં બીજીવાર આતંકવાદી હુમલો થયો છે. નીસ શહેરમાં હુમલાખોરે એક મહિલાની ગળુ કાપી હત્યા કરી છે. જ્યારે ચર્ચની બહાર બે વ્યક્તિની ચપ્પુ મારી હત્યા કરાઈ છે. નીસના મેયર ક્રિસ્ટિયન એટ્રોસીએ કહ્યું કે આ આતંકવાદી ઘટના છે અને આરોપીની ધરપકડ કરી લેવાઈ છે.

આતંકી હુમલામાં અત્યાર સુધી શું થયું

·         હુમલાખોરની ગુરુવાર સવારે ધરપકડ કરાઈ છે. તેને હોસ્પિટલમાં ઘાયલ કરાયો છે, કારણ કે ધરપકડ સમયે તે ઘાયલ થઈ ગયો હતો.

·         હુમલાની તપાસ કરી રહેલી ફ્રાન્સની એન્ટી ટેરરિઝમ એજન્સીનું કહેવું છે કે હુમલો કરનાર એકલો જ કામ કરી રહ્યો હતો. અમે બીજા કોઈની તપાસ કરી રહ્યા નથી.

·         નીસના મેયર ક્રિસ્ટિયન એટ્રોસીએ કહ્યું હતું કે હુમલાખોર પકડાયા પછી અલ્લાહ-હૂ-અકબરના નારા લગાવ્યા હતા. ત્યાર પછી કોઈને શંકા ન હતી કે તેનો હેતુ શું હતો.

·         હાલ એ સ્પષ્ટ નથી કે આ હુમલાનું કનેક્શન પયગંબર મોહમ્મદના કાર્ટૂન છાપવું છે કે નહીં.

·         એક વ્યક્તિની હત્યા ચર્ચની અંતર કરાઈ છે અને તે ચર્ચનો વોર્ડન હતો તેવું જાણવા મળ્યું છે.

થોડા દિવસ પહેલા હિસ્ટ્રી શિક્ષકાની હત્યા કરાઈ હતી
થોડા દિવસ પહેલા ફ્રાન્સમાં પયગંબર સાહેબના કાર્ટૂનને ક્લાસમાં બતાવનાર એક હિસ્ટ્રી શિક્ષકાની હત્યા કરાઈ હતી. ત્યાર પછી સરકાર ફ્રાન્સમાં ઈસ્લામિક સંગઠનો સામે કડક કાર્યવાહી કરી રહી છે. વિશ્વમાં ઘણા દેશોમાં ફ્રાન્સની ટિક્કા થઈ રહી છે અને તેની સામે પ્રદર્શનો પણ થઈ રહ્યા છે.

અચાનક થયો હુમલો
મીડિયા રિપોર્ટ્સ મુજબ નીસ શહેરમાં ચપ્પાથી હુમલાની ઘટના ગુરુવારે બની હતી. એ વ્યક્તિએ નોટ્રે ડેમ બેસિલિયા વિસ્તારમાં લોકો ઉપર હુમલો કરી દીધો હતો. મેયરે આને આતંકી ઘટના ગણાવી છે. ગૃહમંત્રી ગેરાલ્ડે લોકોને કહ્યું છે કે આ વિસ્તારમાં જવાનું ટાળો.

કેબિનેટ બેઠક
આતંકવાદની આ ઘટના પછી ફ્રાન્સ સરકાર ઈમરજન્સી બેઠક યોજવા જઈ રહી છે. પ્રાથમિક જાણકારી મુજબ મરનારમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. એક વ્યક્તિ ગંભીર છે. ફ્રાન્સના પ્રધાનમંત્રીએ કહ્યું કે આતંકવાદી આપણા દેશમાં મોટો પડકાર બની ગયો છે. કડક કાર્યવાહી સાથે તેનો સામનો કરવો પડશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post