• Home
  • News
  • મસ્કે કરી સ્પષ્ટતા:ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર નથી, સર્ગેઈ અને હું મિત્ર, તેમની પત્ની સાથે અફેર હોવાના સમાચાર પાયાવિહોણા
post

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સર્ગેઈએ છુટાછેડાની અરજી કર્યા પછી મસ્કે તેની માંફી માંગવાની કોશિશ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-25 18:24:00

ટેસ્લાના CEO એલન મસ્કે ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે હોવાની વાતને પાયાવિહોણી ગણી છે. તેમણે કહ્યું કે ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન અને તે મિત્ર છે. તેમની પત્ની સાથે અફેર હોવાના સામાચાર આધાર વગરના છે. અમેરિકાના ન્યુઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલે રવિવારે એક રિપોર્ટમાં પણ દાવો કર્યો હતો કે સર્ગેઈની પત્ની નિકોલ સાથે મસ્કનું અફેર છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે બ્રિને આ વર્ષે જાન્યુઆરીમાં જ નિકોલ પાસેથી છુટાછેડા લેવા માટે અરજી કરી હતી.

મસ્કે સોમવારે ટ્વિટ કરીને આ રિપોર્ટનો જવાબ આપ્યો છે. કહ્યું કે આ બધુ પાયાવિહોણું છે. સર્ગેઈ અને હું મિત્ર છે. ગઈકાલે રાતે અમે એક પાર્ટીમાં એકસાથે હતા. છેલ્લા ત્રણ વર્ષમાં મેં નિકોલને માત્ર બે જ વખત જોયા છે, બંને વખતે ઘણા લોકો અમારી આસપાસ હતા, કઈ પણ રોમાન્ટિક થયું નથી.

મસ્કે વોલ સ્ટ્રીટને પણ જવાબ આપ્યો
મસ્કે વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પર પણ રિએક્શન આપ્યું છે. ટ્વિટમાં લખ્યું- આ વર્ષે ચરિત્ર હનન નવા સ્તરે પહોંચી ગયું છે. જોકે આ આર્ટિકલ કઈ પણ નથી. હું પાગલની જેમ કામ કરુ છું. મારી પાસે આવી ચીજો માટે ટાઈમ નથી. કોઈ કી-પર્સન આ આરોપમાં સામેલ નથી. શું તેમનું ઈન્ટરવ્યું પણ લેવામાં આવ્યું છે!

4 વર્ષ પહેલા સર્ગેઈ અને નિકોલના લગ્ન થયા હતા

સર્ગેઈએ 2018માં નિકોલ શાનહાન સાથે લગ્ન કર્યા હતા. નિકોલ લીગલ ટેક ફાઉન્ડર છે. 2018માં જ તેમને દિકરી જન્મી હતી. વોલ સ્ટ્રીટના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્ક અને નિકોલની વચ્ચે ગત વર્ષે ડિસેમ્બરમાં અફેર થયું હતું. આ દરમિયાન સર્ગેઈ અને નિકોલ સાથે રહેતા હતા. થોડા સપ્તાહ પછી પરસ્પર મતભેદનો હવાલો આપતા બ્રિને છુટાછેડાની અરજી કરી હતી. રિપોર્ટમાં દાવો- સર્ગેઈની માંફી માંગવા માટે પાછળ દોડ્યા હતા મસ્ક
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સર્ગેઈએ છુટાછેડાની અરજી કર્યા પછી મસ્કે તેની માંફી માંગવાની કોશિશ કરી હતી. એક પાર્ટીમાં તો મસ્ક માંફી માંગવા માટે સર્ગેઈની પાછળ-પાછળ દોડી રહ્યાં હતા. બ્રિને તેમની માંફીનો તો સ્વીકાર કરી લીધો, જોકે જૂના મિત્રોની વચ્ચે હવે કોઈ સંબંધ નથી. બ્રિને જ 2008ના આર્થિક સંકટ દરમિયાન એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને ડૂબતી બચાવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post