• Home
  • News
  • મસ્કની કંપની આગામી છ મહિનામાં 100 ઉપગ્રહ તોડી પાડશે, જાણો વાતાવરણ પર શું અસર થશે...
post

સામાન્ય રીતે આ સેટેલાઈટ્સને પ્રશાંત મહાસાગરમાં હાજર પોઈન્ટ નેમોમાં પાડવામાં આવે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-05 18:10:28

ઈલોન મસ્કે કહ્યુ કે તેઓ પોતાના 100 સ્ટારલિંક સેટેલાઈટ્સને આગામી છ મહિનામાં પૃથ્વી પર તોડી પાડશે કેમ કે આ સેટેલાઈટની ડિઝાઈનમાં ભૂલ છે. તે ફેલ થઈને બીજા સેટેલાઈટ્સ કે સ્પેસક્રાફ્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તેમની SpaceX કંપની આ સ્ટારલિંક સેટેલાઈટ્સને ડી-ઓર્બિટ કરશે. ડી-ઓર્બિટનો અર્થ છે કે સેટેલાઈટ્સને પૃથ્વી પર લાવવામાં આવશે. આ દરમિયાન તે વાતાવરણ પાર કરશે. બસ ત્યાં જ આ સેટેલાઈટ્સનું બાકીનું જીવન પણ ખતમ થઈ જશે. તે બળીને રાખ થઈ જશે. હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું વાતાવરણમાં બળનાર સેટેલાઈટ્સના કારણે પૃથ્વીના ક્લાઈમેટ પર કોઈ અસર પડી રહી છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિક આ વાતને લઈને પરેશાન છે કે જે રીતે સેટેલાઈટ્સ વાતાવરણ પાર કરીને પૃથ્વી તરફ આવી રહ્યા છે કે પછી લાવવામાં આવી રહ્યા છે. તેનાથી વાતાવરણ ખરાબ થઈ રહ્યુ છે. તેની અસર પૃથ્વીના ક્લાઈમેટ પર પણ પડી રહી છે કેમ કે આ સેટેલાઈટ્સમાં ઓઝોનને ઘટાડનાર ધાતુ હોય છે. 

ધાતુના સૂક્ષ્મ કણો ઓઝોનને નુકસાન પહોંચાડે છે

આ ધાતુ સ્ટ્રેટોસ્ફેયરમાં સૂક્ષ્મ કણોના રૂપમાં ફરતા રહે છે. તેનાથી ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે. પૃથ્વીની નીચલી કક્ષા એટલે કે Lower Earth Orbit સૌથી વધુ સેટેલાઈટ્સનું ઘર છે. એકલા ઈલોન મસ્ક 5000થી વધુ સ્ટારલિંક સેટેલાઈટ્સ ફરી રહ્યા છે. આ સમયે અંતરિક્ષમાં કચરો સાફ કરવો સૌથી મોટો પડકાર છે. 

સેટેલાઈટને ગ્રેવયાર્ડ ઓર્બિટ કે પૃથ્વી પર નાખવા પડશે

પાંચ વર્ષ પહેલા અમેરિકાએ નવો અને કડક નિયમ બનાવ્યો હતો કે જે પણ સેટેલાઈટ્સ લોન્ચ થશે. તેમને 25 વર્ષની અંદર પાછા પૃથ્વી પર લાવવા પડશે કે ઓર્બિટથી દૂર હટાવવા પડશે કે ઉપર અંતરિક્ષમાં ગ્રેવયાર્ડ ઓર્બિટમાં નાખવા પડશે કે પૃથ્વી પર લાવીને તોડી પાડવા પડશે.

આ સેટેલાઈટ્સમાં થોડુ ફ્યૂલ હોય છે. જે પૃથ્વી પર લાવતી વખતે ખતમ કરી દેવામાં આવે છે કાં તો પછી તે વાતાવરણમાં બળીને ખતમ થાય છે. આ ફ્યૂલના કારણે પણ વાતાવરણમાં કેમિકલ રિએક્શન થાય છે. સામાન્યરીતે આ સેટેલાઈટ્સને પ્રશાંત મહાસાગરમાં હાજર પોઈન્ટ નેમોમાં પાડવામાં આવે છે.

સેટેલાઈટમાં બળીને ખતમ થનાર ડિઝાઈન ચાલી રહી છે

આ બધા છતાં ઘણી વખત સેટેલાઈટ્સ બેકાબૂ રીતે નીચે આવે છે. આ ક્યાં પડશે તેની જાણકારી મેળવવી મુશ્કેલ હોય છે. જોકે મોટાભાગના વાતાવરણમાં બળીને ખતમ થઈ જાય છે પરંતુ અમુક ટુકડા જમીન સુધી આવી જ જાય છે. આજકાલ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સેટેલાઈટની એવી ડિઝાઈન બનાવી રહ્યા છે જેને ડિઝાઈન ફોર ડિમાઈસ કહેવામાં આવે છે એટલે કે મૃત્યુ માટે બનાવવામાં આવેલી ડિઝાઈન. સેટેલાઈટ વાતાવરણમાં આવતા જ બળીને રાખ થઈ જાય.

આનો હેતુ એ છે કે સેટેલાઈટના જોખમી ભાગ બળીને પૃથ્વી પર ન પહોંચે અને તેનાથી કોઈ જાનહાનિનું નુકસાન ન થાય પરંતુ જે વાતાવરણમાં સેટેલાઈટ આવીને બળે છે તેનાથી સૌથી વધુ નુકસાન આપણા ઓઝોન લેયરને થાય છે. 

adv

Related News

post
post
post
post
post
post
post