• Home
  • News
  • મસ્કના પરફ્યુમને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, અઠવાડિયામાં વેચાઈ 'બર્ન્ટ હેર' ની બધી બોટલો
post

7 દિવસની અંદર પરફ્યુમની 30,000 બોટલો વેચાઈ ચુકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-19 18:36:04

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર કારોબારી એલન મસ્ક તાજેતરમાં પોતાની 'ધ બોરિંગ કંપની' દ્વારા 'બર્ન્ટ હેર' પરફ્યુમ લોન્ચ કરવામાં આવ્યો હતો. 7 દિવસની અંદર આ લિમિટેડ એડિશન પરફ્યુમની 30,000 બોટલો વેચાઈ ચુકી છે. આ પરફ્યુમની ડિલિવરી 2023ના પહેલા ત્રિમાસિકથી શરૂઆત થશે. 'બર્ન્ટ હેર' પરફ્યુમની કિંમત 8,400 રૂપિયા છે.

જ્યારે મસ્કે આ પરફ્યુમ લોન્ચ કર્યું ત્યારે તેણે તેની કંપનીની વેબસાઈટની લિંક પણ શેર કરી હતી. 'બર્ન હેર' પરફ્યુમની કિંમત 100 ડોલર હતી. તે જ સમયે, ભારતીય ગ્રાહક માટે, તેની કિંમત 8,400 રૂપિયા હતી, જેના પર આંતરરાષ્ટ્રીય શિપિંગ ચાર્જ રૂ. 3000 અલગથી હતા.

ટ્વીટરના બાયોમાં લખ્યું હતું કે,’પરફયુમ સેલ્સમેન

12 ઓક્ટોબર એ આ  પ્રોડક્ટના લોન્ચિંગની સાથે જ મસ્ક એ પોતાના ટ્વિટરના બાયોને બદલીને 'પરફ્યુમ સેલ્સમેન' કર્યું હતું.  

 મજાક-મજાકમાં બિઝનેસ લોન્ચ કરે છે મસ્ક

એલન મસ્ક હંમેશા હેડલાઈન્સમાં રહે છે. તેમના બિઝનેસ આઈડિયા પણ ઘણા અલગ હોય છે. તે મજાક-મજાકમાં બિઝનેસ લોન્ચ કરે છે અને તેમના ફેન્સ વધારે હોવાથી તેમનો બિઝનેસ પોપ્યુલર પણ થઇ જાય છે. માસ્ક એ સપ્ટેબરમાં જયારે પરફ્યુમ માર્કેટમાં આવશે તેવું કહ્યું ત્યારે લોકોને લાગ્યું કે મજાક કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post