• Home
  • News
  • મ્યાનમારમાં સરકાર પલટાઈ:સેનાએ દેશને એક વર્ષ માટે કંટ્રોલમાં લીધી, સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ અને રાષ્ટ્રપતિની અટકાયત
post

આંગ સાન સૂએ ઘણાં વર્ષો સુધી દેશમાં લોકતંત્ર માટે લડાઈ લડી છે. આ માટે તેમને ઘણાં સમય સુધી ઘરમાં નજરબંધ રહેવું પડ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-01 11:42:31

10 વર્ષ પહેલાં ડેમોક્રેસી સિસ્ટમ અપનાવનાર મ્યાનમારમાં ફરી સૈન્યશાસન પરત આવ્યું છે. સેનાએ સોમવારે વહેલી સવારે દેશની સ્ટેટ કાઉન્સેલર આમગ સાન સૂ, પ્રેસિડેન્ટ યુ વિન મિંટની સાથે ઘણા સિનિયર નેતાઓ અને ઓફિસર્સની અટકાયત કરી છે. ત્યાર પછી સેનાની ટીવી ચેનલ પરથી દર્શાવવામાં આવ્યું છે કે એક વર્ષ માટે મિલિટરીએ દેશને અંકુશમાં લીધો છે.

દેશમાં શાસન કરતી પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (NLD)ના સ્પોક્સ પર્સન મ્યો ન્યૂંટે ન્યૂઝ એજન્સી શિન્હુઆએ આ વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે મને રિપોર્ટ મળ્યો છે કે સ્ટેટ કાઉન્સેલર અને પ્રેસિડેન્ટની અટકાયત કરવામાં આવી છે. જ્યાં સુધી મને જાણ છે શાન પ્રાંતના પ્લાનિંગ અને ફાઈનાન્સ મિનિસ્ટર યુ સો ન્યૂંટ લ્વિન, કાયા પ્રાંતના NLD ચેરમેન થંગ ટે અને અય્યરવાડી રીજન પાર્લમેન્ટના અમુક NLD રિપ્રેઝન્ટેટિવની અટકાયત કરવામાં આવી છે.

ન્યૂંટે એવું પણ કહ્યું હતું કે પાર્ટીની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટીના 2 સભ્યોની પણ અટકાયત કરવામાં આવી છે. અમારા સભ્યોએ જણાવ્યું હતું કે મને પણ અટકાયતમાં લેવાની તૈયારી કરી લેવામાં આવી છે. મારી પણ ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે.

2011 સુધી દેશમાં સેનાનું શાસન રહ્યું
સેનાની આ કાર્યવાહીથી સરકારમાં તણાવ જોવા મળી રહ્યો છે. સેના સરકાર બદલી દેશે એવા સંકેત મળી રહ્યા છે. મ્યાનમારમાં 2011 સુધી સેનાનું શાસન રહ્યું હતું. આંગ સાન સૂએ ઘણાં વર્ષો સુધી દેશમાં લોકતંત્ર માટે લડાઈ લડી છે. આ માટે તેમને ઘણા સમય સુધી ઘરમાં નજરબંધ રહેવું પડ્યું હતું.

રાજ્યમાં ફોન અને ઈન્ટરનેટ બંધ
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દેશના પાટનગર નેપાઈટોમાં ટેલિફોન અને ઈન્ટરનેટ સર્વિસ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તાજેતરમાં પસંદ કરવામાં આવેલા પાર્લમેન્ટના લોઅર હાઉસને સોમવારે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ સેનાએ એ ટાળવાનો નિર્ણય કરી દીધો છે. મ્યાનમારમાં છેલ્લે 8 નવેમ્બરે ચૂંટણી થઈ હતી. સૈન્યશાસન સમાપ્ત થયા પછી દેશમાં બીજીવાર ચૂંટણી થઈ હતી. સ્પુતનિકના પ્રમાણે, જાન્યુઆરીમાં મ્યાનમારની સેનાએ એમાં દગાખોરીનો આરોપ લગાવીને તખતો પલટવાની આશંકા વ્યક્ત કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post