• Home
  • News
  • 198 દેશોમાં સંક્રમણ અને 23000થી વધુ મોતઃ US માં કોરોનાનો હાહાકાર- એક જ દિવસમાં 7454 લોકો સંક્રમિત થયા
post

વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંક 5 લાખને પાર, 4 લાખથી પાંચ લાખ પહોંચવામાં ત્રણ દિવસનો અત્યાર સુધીનો સૌથી ઓછો સમય લાગ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 08:44:50

નવી દિલ્લી : ચીનથી શરૂ થયેલો કોરોના વાઈરસના સંક્રમણે સમગ્ર યુરોપને હચમચાવી દીધુ છે. કોરોના વિશ્વના 198 દેશમાં ભયજનક રીતે ફેલાઈ ગયો છે. યુરોપના દેશોમાં કોરોના સંક્રમણના કેસ 2,50,000થી પણ વધારે થઈ ગયા છે. ઈટાલી અને સ્પેનને કોરોના સામે લડવા કોઈ માર્ગ મળતો નથી અને સતત પોતાના નાગરિકોના મૃત્યુઆંકમાં થઈ રહેલા વધારા સામે લગભગ નિસહાય બની ગયા છે. વિશ્વમાં એક જ દિવસમાં સૌથી વધારે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા અમેરિકામાંથી આવી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં  7454 લોકો સંક્રમિત થતા કુલ સંક્રમિતોની સંખ્યા 75,665 થઈ છે અને મૃત્યુઆંક 73 વધીને 1100 થયો છે. ઈટાલીમાં કોરોનાનો કહેર જોવા મળે છે. આજે ઈટાલીમાં વધુ 662 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 8,165 થયો છે. કુલ સંક્રમિતોની સંખ્યા 80539 થઈ છે.

 સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 498 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,682 થયો છે. આ સાથે વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંકડો 5,00,000થી ઉપર પહોંચ્યો છે. ચાર લાખથી પાંચ લાખ સુધી આ આંક પહોંચવામાં ફક્ત ત્રણ દિવસનો જ સમય લાગ્યો છે. કુલ સંક્રમિતોની સંખ્યા 5,10,528 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 23,028 થઈ છે.  આ ઉપરાંત જર્મનીમાં સંક્રમિતોની સંખ્યા 43,646 થઈ છે. ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 157 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,389 થયો છે. સંક્રમિતોની સંખ્યા 29,406 થઈ છે. હંગેરીમાં સીનિયર બ્રિટીશ રાજદૂત સ્ટિવન ડીકનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. તેમની ઉંમર 37 વર્ષ હતી. તેઓનું મોત મંગળવારે થયું હતું. 

 

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટાએ કહ્યું- હું કોરોના વાઈરસ સંક્રમિત હોય તેવું  મને લાગે છે

સ્વિડનની 17 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કહ્યું છે કે તે કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગઈ હોય તેવું લાગે છે. તેણે કહ્યું હતું કે તે અને તેના પિતા તાજેતરમાં જ યુરોપનો પ્રવાસ કરીને આવ્યા છે. હાલ તેને કોરોનાના લક્ષણો દેખાયા છે. ઈસ્ટાગ્રામ પર પોતાની વાત કરતા તેણે જણાવ્યું હતું કે મને ખૂબ થાક લાગી રહ્યો છે, શરીર ધ્રુજી રહ્યું છે, ગળામાં દુખાવો થઈ રહ્યો છે અને કફ આવી રહ્યો છે. મારા પિતામાં પણ આ સમાન લક્ષણો જણાઈ રહ્યા છે. હું હાલ સેલ્ફ આઈસોલેશનમાં છું. મારી માતા અને બહેન પણ જર્મનીની મુલાકાતેથી આવ્યા છે. જોકે મેં હજુ ટેસ્ટ કરાવ્યો નથી.

 

કોરોના વાઈરસનો યુરોપમાં હાહાકાર: અહીં અઢી લાખ કેસ નોંધાયા અને 14600ના મોત

કોરોના વાઈરસે યુરોપમાં હાહાકાર મચાવ્યો છે. યુરોપના દેશોમાં કોરોનાના કુલ કેસ બે લાખ 58 હજાર નોંધ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં અહીં 14608 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધારે કેસ ઈટાલીમાં 80539 કેસ અને સ્પેનમાં 56197 કેસ નોંધાયા છે. 

ફિલિપાઈન્સમાં કોરોના વાઈરસથી નવ ડોક્ટરના મોત

ફિલિપાઈન્સમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરતા કરતા નવ ડોક્ટર આ વાઈરસના સંક્રમણનો ભોગ બન્યા અને મોતને ભેટ્યા છે. દર્દીઓના ધસારાને લઈને પહેલાથી જ હોસ્પિટલો ઉપર લોડ વધી રહ્યો છે તેમા આ નવ ડોક્ટરના મોતથી ફિલિપાઈન્સ સરકાર ચિંતિત છે. આ ડોક્ટરનો મોત બાદ તેમની સાથે કામ કરતા મોટી સંખ્યામાં સ્ટાફને ક્વારેન્ટાઈન કરાયો છે. તેથી અહીં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. અહીં મૃત્યુઆંક 38 થયો છે. અહીંની ત્રણ મોટી હોસ્પિટલોએ એવી જાહેરાત કરી છે કે અમારી હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ છે તેથી હવે નવા કોરોનાના દર્દીઓને સમાવવાની અહીં જગ્યા નથી. 

 ઈટાલીમાં એક દિવસમાં 662 લોકોના મોત, ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલ

ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 662 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 6153 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 80539 થયા છે. ઈટાલીમાં ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસને લઈને થયેલા એર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં થયેલા મોતમાં 80 ટકા લોકો 60 વર્ષથી મોટી ઉંમરના હતા. ચીનમાં કુલ 81285 કેસ નોંધાય છે, જેમાં 3287 લોકોના મોત થયા છે. ચીનમાં એક્ટિવ કેસનો આંકડો ચાર હજારની અંદર જતો રહ્યો છે, એટલે કે હાલ ચીનમાં 3947 કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસના સારવારના અનુભવને વિશ્વના તમામ દેશો સાથે શેર કરવાની વાત કરી છે.

સ્પેનમાં 24 કલાકમાં 498 લોકોના મોત

કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 498 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 4145 પહોંચી ગયો છે. સ્પેનમા મોતનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબીયત ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વારેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે. 

હોંગકોંગે અન્ય દેશ સાથેન સરહદ બંધ કરી
હોંગકોંગમાં બુધવારે 24 નવા કેસ નોંધાયા અહીં કુલ પોઝિટિવ કેસ 410 થયા છે. અહીંની સરકારે અન્ય દેશો સાથેની સરહદને બંધ કરી દીધી છે. અહીં ચાર લોકોના મોત થયા છે. 

બ્રિટનમાં અત્યાર સુધીમાં 465 લોકોના મોત
બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે અહીં છેલ્લા 24 કલાકમાં 320 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 9849 થઈ ગઈ છે. અહી રોજ 25 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અહીં મૃત્યુઆંક 477 થયો છે.

કોરોનાની મહામારીના પગલે ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેના હટાવવાનો નિર્ણય કર્યો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચના રોજ કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. આ મહામારીને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેનાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આજથી ફ્રાન્સ સેનાને વતન પરત મોકલવાની શરૂઆત કરાશે.

શ્રીલંકાએ દેવામાં રાહત આપવાની માંગ કરી
કોરોના વાઈરસના પગલે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને દેવામાં રાહત આપવાની અપીલ કરી  છે. તેમણે કહ્યું કે શ્રીલંકા જેવા વિકસતા દેશોની કોરોના વાઈરસ સામે લડવામાં આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. આ રાહતને અમે કોરોનાની મહામારી સામે લડવામાં વાપરીશું. 

ક્યા દેશમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે :

દેશ

મોત 

કેસ

ઈટાલી

8165

80539

સ્પેન

4,145

56,197

ચીન

3287

81285

ઈરાન

2,389

29,406

ફ્રાન્સ

1331

25233

અમેરિકા

1100

75665

બ્રિટન

477

9,849

નેધરલેન્ડ

434

7,431

જર્મની

239

43,646

બેલ્જિયમ

220

6,235

સ્વિત્ઝરલેન્ડ

815

11,712

દ. કોરિયા

104

9,241

સ્વિડન

71

2,840

બ્રાઝીલ

63

2,611

તુર્કી

59

2433

ઈન્ડોનેશિયા

78

893

જાપાન

47

1,399

પોર્ટુગલ

43

2995

ફિલિપાઈન્સ

38

636

કેનેડા

36

3409

ડેનમાર્ક

34

1724

ઓસ્ટ્રિયા

31

5588

ઈરાક

29

346

ભારત 

16

719

પાકિસ્તાન 

9

1179

બાંગ્લાદેશ

5

39

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post