• Home
  • News
  • N95, થ્રી લેયર માસ્કના નિકાલના જ્ઞાનના અભાવે ચેપ વધવાની શંકા
post

લોકો માટે કપડાંનાં વોશેબલ માસ્ક યોગ્ય હોવાનો નિષ્ણાતોનો મત

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 10:35:23

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા કોરોનાને ફેલાતો અટકાવવા અમૂલ પાર્લર પરથી એન-95 અને થ્રી-લેયર માસ્કનું વેચાણ કરવાની જાહેરાત કરી છે. એન-95 અને થ્રી-લેયર માસ્ક વધુમાં વધુ 6થી 8 કલાક બાદ યોગ્ય રીતે ડિસ્પોઝ કરવા પડે છે, જેનાં જ્ઞાનને અભાવે લોકો કોરોનાનો ચેપ ઘટવાને બદલે વધવાની આશંકા છે, જેથી લોકો માટે કપડાંનાં વોશેબલ માસ્ક વધુ સારા હોવાનો મત તજજ્ઞો વ્યક્ત કરી રહ્યાં છે. કપડાનાં વોશેબલ માસ્ક કોરોનાના ચેપ સામે રક્ષણ આપી શકે છે. 


મોટેભાગે એન-95 અને થ્રી-લેયર માસ્ક હેલ્થ વર્કરો માટે ઉપયોગી છે. કારણ કે, દર્દીનાં સંપર્કમાં આવતાં હોવાથી તેમને ચેપ લાગવાનો ખતરો વધુ રહેલો છે. જ્યારે લોકોને કપડાનાં વોશેબલ માસ્ક કોરોનાના ચેપ સામે રક્ષણ આપી શકે છે. પરંતુ, થ્રી-લેયર અને N95 માસ્ક પહેરવા અને ડિસ્પોઝ કરવાનાં જ્ઞાનને અભાવે માસ્ક ગમે ત્યાં ફેંકશે તો ચેપ ફેલાઈ શકે છે.


એન- 95 અને થ્રી-લેયર માસ્ક લોકો વધુ સમય ન પહેરે
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઇના જણાવ્યા અનુસાર એન- 95 અને થ્રી-લેયર માસ્ક યુઝ એન્ડ થ્રોહોય છે, અને વધુમાં વધુ 6થી 8 કલાક બાદ યોગ્ય રીતે બાયો મેડિકલ વેસ્ટ તરીકે ડિસ્પોઝ કરવા જરૂરી છે, જેનું પુરતુ જ્ઞાન લોકોમાં ન હોવાથી એકનો એક માસ્ક બેથી ચાર દિવસ પહેરશે અથવા તો ગમે ત્યાં ફેંકશે જેને કારણે કોરોનાનો ચેપ ઘટવાને બદલે વધી શકે છે.

adv

Related News

post
post
post
post
post
post
post