• Home
  • News
  • હાઉડીમાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’થી જ નક્કી થયો હતો ગુજરાતનો પ્લાન
post

અમેરિકામાં 15,58,594 NRI મતદાર છે અને તેમાં 25% નાગરિક ગુજરાતના

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 09:15:36

અમદાવાદ: હાઉદી મોદીમાં 22 સપ્ટેમ્બર, 2019ના રોજ વડાપ્રધાન મોદીએ એક નારો લગાવ્યો હતો, અબ કી બાર ટ્રમ્પ સરકાર. એ જ ક્ષણે નક્કી થઈ ગયું હતું કે, અમેરિકન ચૂંટણી પહેલા ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનશે. ગુજરાત ટ્રમ્પ માટે અત્યંત જરૂરી છે. અમેરિકામાં ભારતીય મૂળના 40,94,539 લોકો વસે છે, જે પૈકી 15,58,594 NRI મતદાર છે અને તેમાં 25% નાગરિક ગુજરાતના છે. નમસ્તે ટ્રમ્પથકી ટ્રમ્પ સંદેશ આપવા માંગે છે કે, ‘ગુજરાતી સમાજ પોતાના પરિવાર, મિત્રો અને સંબંધીઓને અપીલ કરે કે, નવેમ્બરમાં ચૂંટણીમાં ટ્રમ્પને મત આપો.દુનિયામાં સૌથી ખર્ચાળ ચૂંટણી અમેરિકામાં થાયછે અને ગુજરાતી મતદારો ટ્રમ્પને મત આપીને જ નહીં, આર્થિક રીતે પણ મદદ કરે છે. કારણ કે, ત્યાંના ગુજરાતીઓ આર્થિક રીતે ઘણાં મજબૂત છે. અમેરિકાના 50માંથી 18 રાજ્યમાં ભારતીયો રહે છે, જે કોઈ પણ દેશની સરખામણીએ ઘણાં વધુ છે. અમેરિકામાં 50માંથી 16 રાજ્યની કુલ વસતીના 1% ભારતીયો છે.
યુએસમાં ક્યાં કેટલા ભારતીય

·         કેલિફોર્નિયામાં 7.3 લાખ

·         ન્યૂ યોર્કમાં 3.7 લાખ

·         ન્યૂ જર્સીમાં 3.7 લાખ

·         ટેક્સાસમાં 3.5 લાખ

ભારતીયો માટે ટ્રમ્પ સૌથી સારા મિત્ર US રાષ્ટ્રપ્રમુખ
ટ્રમ્પના ચુંટણી અધિકારી, ટ્રમ્પ વિક્ટરી ફાઈનાન્સ કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ અલ મેસનના જણાવ્યા અનુસાર ટ્રમ્પ ભારતના અત્યાર સુધીના સૌથી સારા મિત્ર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ છે. તે ભારતીય અને ભારતીય મૂળના અમેરિકીઓને પ્રેમ કરે છે. ભારતીય મૂળના અમેરિકીઓ પણ તેમને એટલો જ પ્રેમ કરે છે. જે રીતે હ્યુસ્ટનમાં હાઉડી મોદી અને રેલીમાં 60 હજારથી વધુ ભારતીય અમેરિકનો જોડાયા અને પ્રેમ વ્યક્ત કર્યો હતો એ જ રીતે ટ્રમ્પ અમદાવાદમાં પણ ઈચ્છે છે, અને એવું થશે. કેમ કે એવું ન થયું હોત તો શું 1 લાખથી વધુ ભારતીયો ટ્રમ્પ શો માટે જોડાતા?


જેટલો પ્રેમ ટ્રમ્પ ભારતીયોને કરે છે, એટલો જ પ્રેમ ભારતીયો પણ ટ્રમ્પને કરે છે. ઘણાં બધાં ભારતીય અમેરિકનો જાણે છે કે હાઉડી મોદીની સફળતા પાછળ ટ્રમ્પ વિકટરી ફાઈનાન્સ કમિટીના અધ્યક્ષ કિમ્બરલી ગલફોયલની મોટી ભૂમિકા હતી. ભારતીય અમેરિકન ગલફોયલને તેમના વ્યક્તિત્ત્વ માટે લોકો ઘણાં પસંદ કરે છે. તે ટ્રમ્પના પ્રચારને ઉચ્ચ સ્તરે લઈ જઈ ચૂક્યા છે અને તેનાથી અમેરિકન લઘુમતીઓમાં ટ્રમ્પની પહોંચ પણ વધી છે. ટેક્નોલોજી તથા આઈટી ક્ષેત્ર, ઈન્વેસ્ટમેન્ટ, હોટેલ, બિલ્ડર, ડૉક્ટર જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા પોતાના ભારતીય અમેરિકન મિત્રો સુધી પહોંચ બનાવી ચૂક્યા છે જેથી તેમને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર સાથે સાંકળી શકાય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post