• Home
  • News
  • સુશાંત મૃત્યુ કેસમાં તપાસ:ડ્રગ્સ કેસમાં NCBએ રિયા ચક્રવર્તીની 6 કલાક સુધી પૂછપરછ કરી, આજે ફરીથી હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું
post

દીપેશના વકીલે કહ્યું, કોર્ટે અમારી અરજી પર NCB પાસેથી જવાબ માગ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 09:51:02

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (34)ના મોત સંબંધી મામલાની તપાસમાં બહાર આવેલી ડ્રગ્સની કડીના કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી (28)ને રવિવારે સવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા સમન્સ બજાવ્યા પછી તે એનસીબી ઓફિસે બપોરે 12 વાગ્યે પહોંચી હતી. તેની 6 કલાક પૂછપરછ કરાઇ હતી. હવે સોમવારે ફરીથી રિયાને એનસીબીએ બોલાવી છે. રવિવારે સુશાંતનો ઘરેલુ સ્ટાફ દિપેશ સાવંતને કોર્ટમાં હાજર કરાયો હતો. કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી એનસીબી કસ્ટડી આપી હતી. ઉલ્લેખનીય છે કે રિયાનો ભાઇ શોવિક, સુશાંતનો હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા, બે ડ્રગ પેડલર સહિત પાંચ આરોપીઓને બુધવાર સુધી એનસીબીની કસ્ટડી આપવામાં આવી છે.

રિયાએ વોટ્સએપની ચેટ સાચી હોવાની વાત કબૂલી
સુશાંતની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની રવિવારે એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. રિયાએ કહ્યું કે, મેં કયારેય ડ્રગ્સ ખરીદ્યું નથી, મેં ક્યારેય ડ્રગ્સ સેવન કર્યું નથી અને મેં ક્યારેય કોઈ જગ્યાએ ડ્રગ્સ મોકલ્યું નથી. આમ, એનસીબીની પૂછપરછમાં રિયાએ ડ્રગ્સ લેણદેણના તમામ આરોપનો ઈનકાર કર્યો હતો. જોકે રિયાએ સ્વીકાર્યું કે 15 માર્ચથી થયેલી વ્હોટ્સએપ પરની ગપસપો સાચી હતી જ્યાં તે અને શોવિક ડ્રગ્સ વિશે વાત કરી રહ્યાં હતાં, જેનો અર્થ એ હતો કે તે સુશાંત માટે તેના ભાઈ દ્વારા ડ્રગ્સની ખરીદી કરી રહી છે. પૂછપરછમાં આગળની વિગતોથી રિયાને એ પણ ખબર હતી કે શોવિક ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર બસીત પાસેથી ડ્રગ મગાવતો હતો, જે એક વખત તેના ઘરે પણ આવ્યો હતો. એનસીબીએ સત્તાવાર જાહેર કર્યું હતું કે રિયાને ફરીથી પૂછપરછ માટે બોલાવી છે. સોમવારે વધુ પૂછપરછ ચાલુ રહેશે.

રિયા ધરપકડ માટે તૈયારઃ રિયાના વકીલ
રવિવારે રિયાના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે રિયા ધરપકડ માટે તૈયાર છે. જો કોઈની સાથે પ્રેમ કરવો ગુનો હોય તો તે પ્રેમનું પરિણામ ભોગવવા તૈયાર છે. તે નિર્દોષ છે અને આથી જ તેણે મુંબઇ પોલીસ, CBI, ED તથા NCBનો સામનો કર્યો પરંતુ તે ક્યારેય આગોતરા જામીન માટે કોઈ પણ કોર્ટમાં ગઈ નથી.

રિયાએ પૂછપરછમાં શું કહ્યું?
મીડિયા અહેવાલ પ્રમાણે, રિયાએ NCBની પૂછપરછમાં કહ્યું હતું કે તેણે શોવિકની મદદથી સુશાંત માટે ડ્રગ્સ મગાવ્યું હતું. આ સાથે જ રિયાએ 15 માર્ચની ચેટની વાત કબૂલ કરી હતી. આ ચેટ પ્રમાણે, રિયા તથા શોવિક ડ્રગ્સ અંગે વાત કરી રહ્યાં હતાં. વધુમાં રિયાએ એમ પણ કહ્યું હતું કે તેને ખ્યાલ હતો કે તેનો ભાઈ શોવિક સુશાંત માટે ડ્રગ્સ પેડલર બાસિત પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો. બાસિત, રિયાના ઘરે આવતો-જતો હતો.

દીપેશની પૂછપરછમાં NCBને આ માહિતી મળી
પૂછપરછમાં NCBને ખ્યાલ આવ્યો કે હાઈપ્રોફાઈલ તથા સેલિબ્રિટીઝને જે સિન્ડિકેટ ડ્રગ સપ્લાય કરતી હતી, તે સિન્ડિકેટનો દીપેશ એક્ટિવ મેમ્બર હતો. NCBએ કહ્યું હતું કે દિપેશના નિવેદન તથા ડિજિટિલ એવિડન્સના આધારે આ વાત પાક્કી થઈ ગઈ છે.

DRDO ગેસ્ટ હાઉસમાં મીતુ સિંહ
સુશાંતની બહેન સતત બીજા દિવસે CBI સમક્ષ હાજર થઈ છે. હાલમાં DRDOમાં CBI મીતુ સિંહની પૂછપરછ કરી રહ્યું છે.

દીપેશના વકીલે કહ્યું, 'અમે NCB વિરુદ્ધ અરજી કરી છે'
દીપેશ સાવંતના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટની NCBએ ચાર સપ્ટેમ્બરના રોજ પરિવારને કોઈ માહિતી આપ્યા વગર અટકાયત કરી હતી. તેમને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવાના હતા. આ કેસમાં કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કોર્ટે NCB પાસે જવાબ માગ્યો છે.

મુંબઈમાં NCBના દરોડા
એક બાજુ NCB રિયાની પૂછપરછ કરી રહ્યું છે તો બીજી બાજુ મુંબઈના સાંતાક્રૂઝના અનેક વિસ્તાઓમાં NCBએ દરોડા પાડ્યા હતા. શોવિકે જે માહિતી NCBને આપી હતી, તેના જ આધારે હાલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. NCB હાલમાં મુંબઈમાંથી ડ્રગ પેડલર્સને શોધવાનું કામ કરી રહી છે.

અપડેટ્સ

·         AIIMSની ચાર ડૉક્ટર્સની ટીમ મુંબઈની કૂપર હોસ્પિટલ આવશે. અહીંયા સુશાંતનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું

·         રિયાએ આજ સવારે 11 વાગે NCBની ઓફિસ હાજર થવાનું હતું પરંતુ તે 12 વાગ્યા પછી હાજર થઈ હતી. મુંબઈ NCBના ચીફ સમીર વાનખેડે તથા કેપીએસ મલ્હોત્રા સહિત કુલ પાંચ અધિકારીઓ રિયાની પૂછપરછ કરી રહ્યા છે, આમાં એક મહિલા અધિકારી પણ સામેલ છે.

·         રિયાનું નિવેદન લખવામાં પણ આવે છે અને રેકોર્ડ પણ કરવામાં આવી રહ્યું છે.

·         NCB સૂત્રોના હવાલેથી મીડિયા હાઉસમાં ચર્ચાઈ રહ્યું છે કે ક્રોસ એક્ઝામિનેશન પર રિયાની ધરપકડ આધારિત છે. આજે આખો દિવસ રિયાની પૂછપરછ કરવામાં આવશે.

·         દીપેશ સાવંત 9 સપ્ટેમ્બર સુધી NCBના રિમાન્ડ પર રહેશે. કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

·         બીજી બાજુ CBI આજે (રવિવાર, છ સપ્ટેમ્બર) જયા સાહા તથા શ્રુતિ મોદીની પૂછપરછ કરી રહી છે. બંને DRDO ગેસ્ટ હાઉસમાં છે.

·         NCBના ડેપ્યુટી ડિરેક્ટર અમિત ફક્કડ ઘાવતે મીડિયાએ કહ્યું હતું, તે (રિયા) અહીંયા આવશે. માત્ર ક્રોસ ક્વેશ્ચનિંગ કરવામાં આવશે અને બીજું કંઈ નથી. જે કંઈ સામે આવશે તે તમને કહેવામાં આવશે.

·         શોવિક-સેમ્યુઅલ મિરાન્ડા તથા દીપેશને પણ NCBની ઓફિસ લાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે રિયાને સામે બેસાડીને આ ચારેયની પૂછપરછ કરવામાં આવશે.

·         ડ્રગ્સ મામલે દીપેશ મુખ્ય સાક્ષી બનશે. આજે તેની સાક્ષી બનવાની પ્રોસેસ પૂરી કરવામાં આવશે. NCB શોવિકને રિયાની સામે બેસાડીને પૂછપરછ કરી શકે છે.

·         દીપેશને કોર્ટ લઈ જતા પહેલાં તેનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.

·         અબ્દુલ બાસિત અને દીપેશ સાવંતને કોર્ટ લઇ જવામાં આવશે.

રિયાના ઘરની બહાર પોલીસ સુરક્ષા
રિયા ચક્રવર્તીના ઘરની બહાર મુંબઈ પોલીસની ત્રણ ગાડીઓ ઊભી હતી. રિયાની સોસાયટીમાં પોલીસ સિવાય કોઈની પણ ગાડી લઈ જવાની પરવાનગી નહોતી. રિયાના ઘરની બહાર 8 પોલીસ કર્મીઓ હાજર હતા, જેમાં બે મહિલા પોલીસ હતી.

તો બીજી તરફ NCBએ શોવિકને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલી દીધો છે. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પણ 4 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. NCBએ તો 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ કોર્ટે 4 દિવસ જ આપ્યા.

NCBના ડેપ્યુટી ડિરેક્ટર કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યું કે, કોર્ટમાં જમા કરેલા રિમાન્ડ પેપર પુરાવાને આધારે હતા. માત્ર બોલિવૂડ જ અમારો ટાર્ગેટ નથી, જે પણ ડ્રગ્સની ખરીદી-વેચાણમાં સામેલ હશે તેની પર કાર્યવાહી કરશું.

CBI અને એમ્સની ટીમ શનિવારે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી હતી. ત્યાં દોઢ કલાક વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. ત્યાં સુશાંતની બહેન મિતુ સિંહ પણ હાજર હતી.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post