• Home
  • News
  • NASAએ અવકાશથી મોકલી ચંદ્રયાન-3ની તસવીર, જુઓ કેવું દેખાઈ છે લેન્ડર
post

NASAના Lunar Reconnaissance Orbiter (LRO) એ ચંદ્રયાન-3ના ઐતિહાસિક ચંદ્ર ઉતરાણના ચાર દિવસ પછી 27 ઓગસ્ટે આ તસવીર કેપ્ચર કરી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-06 18:59:52

નવી દિલ્હી: ઈસરોના મિશન ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગમાં સફળ રહ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરનાર પ્રથમ અંતરિક્ષ યાન ચંદ્રયાન-3ની નાસાએ તસવીર મોકલી છે. નાસાએ સોશિયલ મીડિયા પર ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીર શેર કરી છે. 

NASAના Lunar Reconnaissance Orbiter (LRO) એ ચંદ્રયાન-3ના ઐતિહાસિક ચંદ્ર ઉતરાણના ચાર દિવસ પછી 27 ઓગસ્ટે આ તસવીર કેપ્ચર કરી હતી. 

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે લેન્ડ થયું હતું અને નાસાનું લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) ચાર દિવસ પછી લેન્ડિંગ સાઇટ પરથી પસાર થયું હતું અને તેના LRO કેમેરા વડે આકાશમાંથી લેન્ડર વિક્રમની તસવીર ક્લિક કરી હતી.

નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં, લેન્ડર ચંદ્રના ટેક્ષ્ચર લેન્ડસ્કેપની સામે નાનું દેખાય છે. જો કે, નાનો હોવા છતાં, ચંદ્રની સપાટી પર વિક્રમની હાજરી સ્પષ્ટપણે દેખાય છે. નાસાએ ઉતરાણ સ્થળને સફેદ નિશાનથી માર્ક કર્યું છે અને તેની અંદર વિક્રમને પ્રકાશથી ઘેરાયેલા ઘેરી છાયામાં જોઈ શકાય છે. થોડા દિવસો પહેલા, નાસાના LROએ પણ ચંદ્ર પર ક્રેશ થયેલા રશિયાના લુના-25ની તસવીર મોકલી હતી. 

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે 21 ઓગસ્ટે લુના-25ના ક્રેશની જાણકારી આપી હતી. NASA ખાતે LRO ટીમોએ બીજા જ દિવસે સ્થળનો ફોટોગ્રાફ લેવા માટે અંતરિક્ષ યાનને આદેશો મોકલ્યા હતા. 

ક્રેશ પહેલા લીધેલા ફોટો અને પછી ક્લિક કરેલાં ફોટોની સરખામણી કરીને, તેઓ એક નાનો નવો ખાડો દેખાઇ રહ્યો હતો. નાસાએ દાવો કર્યો છે કે આ સંભવતઃ લુના-25નો કાટમાળ હોઈ શકે છે. આ ખાડો જ્યાંથી લુના-25 ઉતરવાનું હતું ત્યાંથી લગભગ 400 કિલોમીટર દૂર છે.

નાસા અનુસાર, આ ખાડો આશરે 57.865 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 61.360 ડિગ્રી પૂર્વ રેખાંશ પર લગભગ 360 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ ઊભો ખાડો લગભગ 10 મીટર જેટલો છે અને તે ખૂબ મોટા પોન્ટેક્યુલન્ટ જી ક્રેટરની અંદરની ધાર પર સ્થિત છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post