• Home
  • News
  • નાસાએ ઇન્સ્ટાગ્રામમાં શૅર કરી તસવીર, ગણતરીની મિનિટમાં 11 લાખથી વધુ લોકોએ પિક લાઇક કર્યો
post

તસવીરમાં હિમાલયની પર્વતમાળા તથા દૂર ક્ષિતિજમાં સૂરજના રેડિએશનના લીધે નિર્મિત ‘એરગ્લો’ દેખાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-17 09:46:29

અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ બરફથી છવાયેલા હિમાલયની અંતરિક્ષમાંથી લેવાયેલી અદભુત તસવીર શૅર કરી હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી ક્લિક થયેલી આ તસવીર નાસાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. તસવીરમાં હિમાલયની પર્વતમાળા તથા દૂર ક્ષિતિજમાં સૂરજના રેડિએશનના લીધે નિર્મિત એરગ્લોદેખાય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન પાર્ટીકલ્સના કારણે તે સર્જાય છે. નાસાના જણાવ્યા મુજબ એરગ્લોની નીચે દિલ્હી શહેરની લાઇટ્સ દેખાય છે. આ તસવીરમાં છેક પાકિસ્તાનના લાહોર શહેરની લાઇટ્સ પણ દેખાય છે. ઇન્સ્ટા પર આ તસવીરને ગણતરીની મિનિટોમાં 11 લાખથી વધુ લોકોએ લાઇક કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post