• Home
  • News
  • છત્તીસગઢના સુકમામાં IED બ્લાસ્ટ:કોબરા બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ નિતિન ભાલેરાવ શહીદ, નવ જવાન ઘાયલ થયાં
post

ચિંતાગુફા વિસ્તારમાં અરબાજ મેટ્ટાની પહાડીઓ પાસે શનિવારે મોડી રાતે બ્લાસ્ટ થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 11:44:02

છત્તીસગઢના સુકમામાં શનિવારે રાતે આઈઈડી બ્લાસ્ટમાં કોબરા બટાલિયનના આસિસટન્ટ કમાન્ડેન્ટ નિતિન ભાલેરાવ શહીદ થયા હતા. સેકન્ડ ઈન કમાન્ડ દિનેશ સિંહ સહિત 9 જવાન ઘાયલ થયા હતા. જેમાંથી 7ને સારવાર માટે રાયપુરના રામકૃષ્ણ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. 4 જવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ 2 જવાનોની સારવાર સુકમા ખાતે આવેલા કેમ્પમાં ચાલી રહી છે. ચિંતલનાર, બુરકાપાલ અને ચિંતાગુફા બેઝ કેમ્પથી જવાનો એન્ટી નક્સલ ઓપરેશન પર ચિંતાગુફા વિસ્તારમાં પહોંચ્યા હતા. જેના સંકજમાં આવીને 206મી બટાલિયનના સેકન્ડ ઈન કમાન્ડ દિનેશ સિંહ અને આસિસટન્ટ કમાન્ડેન્ટ નિતિન ભાલેરાવ સહિત 10 ઘાયલ થયા.

10 જવાન ઘાયલ થયા હતા
ચિંતલનાર, બુરકાપાલ અને ચિંતાગુફા બેઝ કેમ્પથી COBRA, STF અને DRGના જવાન એન્ટી નક્સલ ઓપરેશન પર ચિંતાગુફા વિસ્તારમાં પહોંચ્યા હતા. રાતે લગભગ 8.30 વાગ્યે અરબરાજ મેટ્ટા પહાડી પાસે IED બ્લાસ્ટ થયો હતો. જેના સંકજમાં આવીને COBRA 206મી બટાલિયનના સેકન્ડ ઈન કમાન્ડ દિનેશ સિંહ અને આસિસટન્ટ કમાન્ડેન્ટ નિતિન ભાલેરાવ સહિત 10 જવાન ઘાયલ થયા.

ઘટના પછી તમામ ઘાયલોને ચિંતલનાર ફિલ્ડ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. મોડી રાતે તેમને રાયપુર રેફર કરી દેવાયા. પછીથી સારવાર દરમિયાન નિતિન શહીદ થઈ ગયા. તે મૂળ મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી હતા.

જવાબી કાર્યવાહીમાં નક્સલી ભાગ્યા નક્સલીઓએ IED બ્લાસ્ટ સાથે જ એમ્બુશ પણ લગાવ્યો હતો.ફાયરિંગ પણ કર્યું. ત્યારપછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. થોડીક વાર થયેલા એન્કાઉન્ટર પછી નક્સલી નાસી ભાગ્યા. જવાનોએ ઘટના સ્થળે સર્ચિંગ કર્યું. ઘાયલ સાથીઓને લઈને કેમ્પ પાછા આવ્યા.

 

adv

Related News

post
post
post
post
post
post
post