• Home
  • News
  • હજુ બે મહિના પહેલાં જ લગ્નના તાંતણે બંધાયેલા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હવે પેરેન્ટ્સ બનશે, બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો
post

વેકેશન બાદ નેહા ફરી 'ઇન્ડિયન આઇડલ 12'ના શો પર જજ તરીકે પરત ફરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 11:23:40

સિંગર નેહા કક્કરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સાથે ઓક્ટોબર મહિનામાં જ લગ્ન કર્યાં હતાં. હવે નેહાએ સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પ સાથેનો ફોટો શેર કરીને સૌને વિચારતા કરી દીધા છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં નેહા અને રોહન સાથે છે, આ ફોટો સાથે નેહાએ લખ્યું છે #ખ્યાલરખ્યાકર. આ પોસ્ટ પર રોહને 'હવે તો કંઈક વધુ જ ધ્યાન રાખવું પડશે નેહુ' આવી કમેન્ટ કરીને સૌનું ધ્યાન પણ ખેંચ્યું છે.

આ પોસ્ટ પર જય ભાનુશાળી, સિંગર હર્ષદીપ કૌર, નેહાના ભાઈ ટોની કક્કર વગેરે જેવા ઘણા સેલેબ્સે કમેન્ટ કરીને કપલને અભિનંદન પણ આપ્યા છે. ટોનીએ લખ્યું કે, 'હું મામા બની જઈશ.'

હવે આ તેમના કોઈ નવા સોન્ગ માટેની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે હકીકતમાં તેઓ પેરેન્ટ્સ બનવાના છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. અગાઉ લગ્ન વખતે નેહાએ તેના સોન્ગ 'નેહુ દા વ્યાહ'ને પ્રમોટ કર્યું હતું. 24 ઓક્ટોબરે કપલે દિલ્હીમાં લગ્ન કર્યાં હતાં. પંજાબમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. ત્યારબાદ દુબઇ હનિમૂન માટે ગયા હતા. વેકેશન બાદ નેહા ફરી 'ઇન્ડિયન આઇડલ 12'ના શો પર જજ તરીકે પરત ફરી હતી.

અગાઉ આ એક્ટ્રેસ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઇ ચૂકી છે
આવું પહેલીવાર નથી કે લગ્નના થોડા જ સમય બાદ સેલેબ્સ કપલે પેરેન્ટ્સ બનવાનું અનાઉન્સમેન્ટ કરી દીધું હોય. લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થયેલી ઘણી એક્ટ્રેસ છે. નેહા ધૂપિયાએ અંગદ બેદી સાથે લગ્ન કર્યાં તે પહેલાં જ તે પ્રેગ્નન્ટ હતી. ક્રિકેટર હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેન્કોવિકપણ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઇ ગઈ હતી. કોંકણા સેન શર્મા અને રણવીર શોરે પણ આ લિસ્ટમાં સામેલ છે. ઉપરાંત શ્રીદેવીએ પણ બોની કપૂર સાથે લગ્ન કર્યાં ત્યારે તેઓ 7 મહિના પ્રેગ્નન્ટ હતા. સારિકા અને સાઉથ સ્ટાર કમલ હાસન પણ લગ્ન પહેલાં પેરેન્ટ્સ બન્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post