• Home
  • News
  • PM ઓલી રહેશે કે જશે, થોડીવારમાં નિર્ણય થશે;પ્રચંડના નેતૃત્વવાળુ જૂથ ઝુકવા માટે તૈયાર નથી
post

PM કેપી શર્મા ઓલી થોડીવારમાં મુખ્ય વિરોધી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 09:50:01

કાઠમાંડૂ: આજે નેપાળમાં વડાપ્રધાન ઓલીની કિસ્મતનો નિર્ણય આવશે. થોડીક વારમાં પાર્ટીની સ્ટેંડિંગ કમિટિની મીટિંગ યોજાશે. વડાપ્રધાન વિરોધી જૂથના નેતા પ્રચંડ સાથે મુલાકાત કરશે. ત્યારપછી સ્પષ્ટ થઈ જશે કે ઓલી રાજીનામું આપશે અથવા સરકાર બચશે.

રાજકીય પારો ચઢ્યો
તાજેતરમાં નેપાળના રાજકારણનો આ સૌથી મહત્વનો વળાંક છે. ઓલી પર રાજીનામાનું દબાણ વધી રહ્યું છે, ખુરશી બચાવવા માટે તે દરેક પ્રકારના કીમિયા કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે તેમને પડકાર બહારથી નહીં પણ પાર્ટીની અંદરથી જ મળી છે. સરકાર અને ખુરશી બચાવવાની કવાયત હેઠળ તેઓ આજે પ્રચંડ સાથે મુલાકાત કરશે. 

રવિવારે કોઈ પરિણામ ન આવ્યું 
પ્રચંડ અને ઓલી વચ્ચે રવિવારે પણ વાતચીત થઈ હતી. પરંતુ આમા બન્ને નેતા કોઈ પરિણામ સુધી નહોતા પહોંચી શક્યા. બીજા શબ્દોમાં કહીએ તો એ નક્કી નહોતું થઈ શક્યું કે, ઓલી રાજીનામું આપશે કે નહીં.પરંતુ સોમવારે ફરી એક વખત વાતચીત કરવા માટે સહમતી બની હતી. 

ઓલીની શું મુશ્કેલી?
વડાપ્રધાનની સૌથી મોટી મુશ્કેલ પાર્ટી સ્ટેંડિંગ કમિટિનું ગણિત છે. એ જ નક્કી કરશે કે ઓલી રહેશે કે જશે. પરંતુ અહીંયા તેમનો પક્ષ નબળો છે. કમિટિમાં કુલ 44 સભ્ય છે 30થી વધુ ઈચ્છે કે ઓલી કોઈ પણ પ્રકારનો સમય વેડફ્યા વગર રાજીનામું આપી દે. ખાસ વાત તો એ પણ છે કે ઓલી માત્ર વડાપ્રધાન જ નહીં પણ પાર્ટીના અધ્યક્ષ પણ છે. તે બન્નેમાંથી એક પણ પદ છોડવા માંગતા નથી. પાર્ટીના મહાસચિવ વિષ્ણુ પૌડિયાલને આશા છે કે મામલાનું નિરાકરણ આવી જશે. 

 પાર્ટી તૂટી પણ શકે છે 
માનવામાં આવી રહ્યું છે કે જો ઓલીને રાજીનામા માટે કહેવાયું  અને જો  તેમણે આના માટે ઈન્કાર કરી દીધો તો પાર્ટી તૂટી જશે. એક જૂથ ઓલી અને બીજું પ્રચંડ સાથે જતું રહેશે. સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે રવિવારે પ્રચંડે ઓલી સાથે પાર્ટી અધ્યક્ષ પદ છોડવા માટે કહ્યું જેથી સરકાર બચાવાઈ શકાય. 

 

adv

Related News

post
post
post
post
post
post
post