• Home
  • News
  • નેપાળના વડાપ્રધાનનો આરોપ- ભારત મને સત્તા પરથી હટાવવા માંગે છે, તેના માટે દિલ્હી અને કાઠમાંડૂમાં ષડયંત્ર બની રહ્યું છે
post

નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીનો સત્તારૂઢ ગઠબંધનમાં વિરોધ થઈ રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 11:45:40

કાઠમાંડૂ. નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ આરોપ લગાવ્યો છે કે ભારત તેમની સરકારને પાડી દેવા માંગે છે. ઓલીના જણાવ્યા મુજબ તે માટે દિલ્હી અને કાઠમાંડૂમાં ષડયંત્ર બની રહ્યું છે. જોકે વિરોધીઓએ ઓલી પર બે આરોપ લગાવ્યા છે. પ્રથમ- સરકારે નેપાળની જમીનનો મોટો હિસ્સો ચીનને સોંપી દીધો છે. બીજો- કોવિડ-19નો સામનો કરવામાં સરકાર નિષ્ફળ છે.

નિષ્ફળતા છુપાવવાની કોશિશ
નેપાળના ન્યુઝ પેપેર ધ હિમાલય ટાઈમ્સના જણાવ્યા મુજબ ઓલીનો એલાયન્સમાં જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. તેઓ ટિપ્પણી કરનારાઓને સાંભળવા અને શાંત કરવાના સ્થાને પહેલાની જેમ ઈન્ડિયા કાર્ડ ખોલવાની કોશિશ કરી રહ્યાં છે. આ ખુરશી બચાવવાની કોશિશ છે. ન્યુઝ પેપરના રિપોર્ટના જણાવ્યા મુજબ ઓલીએ કહ્યું છે કે ભારત તેમની સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યું છે. તેનું કારણ એ છે કે તેમણે લિમ્પિયાધૂરા, લિપૂલેખ અને કાલાપાનીને સંવિધાન સંશોધન દ્વારા નેપાળના નકશામાં સામેલ કર્યું છે.

ઓલીએ શું કહ્યું હતું ?
રવિવારના એક પ્રોગ્રામ દરમિયાન ઓલીએ કહ્યું કે ભારતીય મીડિયામાં તમે સાંભળ્યું હશે કે મને અગામી એક કે બે સપ્તાહમાં પદ પરથી દૂર કરવામાં આવશે. આ અંગે ત્યાં ઘણી વાત કરવામાં આવી રહી છે. ભારત સરકારની મશીનરી પણ એક્ટિવ છે. ઓલીએ કહ્યું- 2016માં મેં ચીન સાથે બિઝનેસ ડિલ કરી હતી. પછીથી મને સતા પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે આ વખતે આવું થશે નહિ.

તેમના જ સાંસદે આરોપ ફગાવ્યા
ખાસ વાત એ છે કે ઓલીએ આરોપ લગાવ્યા બાદ થોડી જ મિનિટોમાં તેમને ઝટકો લાગ્યો. તેમની જ પાર્ટીના સાંસદ રામ કુમારી ઝનકારીએ કહ્યું- વડાપ્રધાન ભારત પર પાયાવિહોણા આરોપ લગાવી રહ્યાં છે. તેઓ તેમની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન હટાવવા માંગે છે. ઓલીને ચીનના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. પાર્ટીના બીજા જૂથના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ તેમનો ઘણા મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યાં છે. ગત બુધવારથી શનિવાર સુધી પાર્ટીની બેઠક ચાલી હતી. તેમાં વડાપ્રધાન માત્ર એક જ દિવસ સામેલ થયા હતા.  

 

adv

Related News

post
post
post
post
post
post
post