• Home
  • News
  • નેપાળ: તારા એરલાઈન્સનું વિમાન ક્રેશ, 4 ભારતીયો સહિત 22 લોકો હતા સવાર
post

તારા એરનું વિમાન મનપતિ હિમાલમાં ભૂસ્ખલનને કારણે લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:05:13

કાઠમાંડુ: નેપાળની સેનાએ સોમવારે તે સ્થળ શોધી કાઢ્યું હતું જ્યાં રવિવારે નેપાળની ખાનગી એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. નેપાળની સેનાના પ્રવક્તાએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, સર્ચ અને રેસ્ક્યુ ટીમોએ વિમાન ક્રેશ સ્થળ શોધી કાઢ્યું છે. વિવરણનું પાલન કરવામાં આવશે. તારા એરનું 9 NAET ડબલ-એન્જિન એરક્રાફ્ટ જેમાં ચાર ભારતીયો સહિત 22 લોકો હતા તે રવિવારે સવારે પહાડી જિલ્લામાં ગુમ થયાના કલાકો પછી મસ્તેંગ જિલ્લાના કોવાંગ ગામમાં ક્રેશ થયું હતું.

મૃતદેહોની ઓળખ નથી થઈ રહી

પોલીસ નિરિક્ષક રાજ કુમાર તમાંગના નેતૃત્વમાં એક ટીમ હવાઈ માર્ગે દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક મૃતદેહોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. હાલ પોલીસ અવશેષો એકત્ર કરી રહી છે. આ પહેલા આજે નેપાળની સેનાએ જણાવ્યું હતું કે, તારા એરના વિમાનની શોધ માટે બચાવ પ્રયત્ન ફરીથી શરૂ કરવામાં આવ્યો છે. રવિવારે મસ્ટેંગ જિલ્લામાં બર્ફવર્ષાને કારણે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની શોધમાં તૈનાત તમામ હેલિકોપ્ટર રોકી દેવામાં આવ્યા હતા. 

ચાર ભારતીયો પણ વિમાનમાં હતા સવાર

સ્થાનિક લોકો દ્વારા નેપાળની સેનાને આપેલી જાણકારી પ્રમાણે તારા એરનું વિમાન મનપતિ હિમાલમાં ભૂસ્ખલનને કારણે લમચે નદીના મુખ પર ક્રેશ થયું હતું. 19 સીટરના આ વિમાનમાં 4 ભારતીયો, 3 વિદેશી અને 13 નેપાળી નાગરિકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેનાના અધિકારીઓએ દૂરથી ધુમાડો નીકળતો જોયો, જેના પગલે વિમાનને ટ્રેસ કરવામાં આવ્યું હતું.  નેપાળમાં તારા એરના એક વિમાને રવિવારે સવારે ઉડાન ભરી હતી. એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તારા એરના ડબલ એન્જિન વિમાને સવારે પોખરાથી જોમસમ માટે ઉડાન ભરી હતી. વિમાન સાથે છેલ્લો સંપર્ક સવારે 9:55 વાગ્યે થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, વિમાન માત્ર 15 મિનિટની ઉડાન માટે ગયું હતું અને તેમા 22 યાત્રી સવાર હતા. 5 કલાક બાદ પણ કોઈ પુરાવો ન મળતાં વિમાન ક્રેશ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post