• Home
  • News
  • ઓડિશામાં નવા કેબિનેટની રચના થશે: તમામ મંત્રીઓએ આપ્યુ રાજીનામુ, આવતીકાલે શપથ સમારોહ
post

2019 સામાન્ય ચૂંટણી પહેલા 2017 પંચાયત ચૂંટણી બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટુ પરિવર્તન કર્યુ હતુ.

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-04 17:27:39

ભુવનેશ્વર: ઓડિશા વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ શનિવારે મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. નવીન પટનાયકના મુખ્યમંત્રી બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે. રવિવારે નવા મંત્રીમંડળનો શપથ વિધિ સમારોહ રાખવામાં આવ્યો છે. 

એવામાં નવા મંત્રીમંડળમાં કોને સામેલ કરવામાં આવશે તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા વિધાનસભા અધ્યક્ષ સૂર્યનારાયણ પાત્રએ વિધાનસભા અધ્યક્ષ પદથી રાજીનામુ આપી દીધુ છે. પાત્રએ પોતાનુ રાજીનામા પત્ર વિધાનસભા ઉપાધ્યક્ષને મોકલી દીધુ છે. જે બાદ મંત્રીઓના રાજીનામ આપવાનો સિલસિલો શરૂ થયો અને એક બાદ એક મંત્રીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે.

મંત્રીઓના રાજીનામા બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક નવા મંત્રીમંડળની રચના કરશે. રવિવારે 11-45 વાગે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આયોજિત કરવાની માહિતી મળી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ત્રિસ્તરીય પંચાયત ચૂંટણી અને નગર નિગમ અને નિકાય ચૂંટણીમાં મળેલી સફળતા બાદ પાર્ટી હવે 2024માં થનારી સામાન્ય ચૂંટણી પર છે. આવી સ્થિતિમાં પાર્ટીના સંગઠનને મજબૂત કરવા પાર્ટીના વધુ કાર્યક્ષમ નેતાઓને સુપરવાઈઝરની જવાબદારી સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 2019 સામાન્ય ચૂંટણી પહેલા 2017 પંચાયત ચૂંટણી બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટુ પરિવર્તન કર્યુ હતુ. આ રણનીતિને પુન:લાગુ કરવાને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે. 2019માં બીજદની આ રણનીતિ સફળ થઈ અને બીજેડીએ 100 થી વધારે બેઠક જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

જોકે વર્ષ 2019માં 2012ની જેમ એકતરફી સાંસદ સીટ મળી શક્યા નહોતા, આ રીતે બીજદ આ વખતે ધારાસભ્યો સાથે જ વધારે સાંસદ જીતાડવા માટે અત્યારથી રણનીતિ બનાવવાનુ શરૂ કરી દીધુ છે. જે માટે જિલ્લા, ચૂંટણી ક્ષેત્ર, સંસદીય ક્ષેત્રમાં પાર્ટી નેતાઓને સુપરવાઈઝરનુ પદ આપવાની વાતને લઈને પણ ચર્ચા થઈ રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post