• Home
  • News
  • નવા અભ્યાસનો દાવો- બ્રાઝિલમાં ફેલાયેલા વાયરસના નવા સ્ટ્રેન પર અમેરિકી કંપનીની ફાઇઝર અને ચીની કંપનીની સિનોવિક રસી અસરકારક
post

કોરોનાના નવા સ્ટ્રેનના નિદાન અર્થે વિવિધ પ્રકારનાં 2 રિસર્ચ હાથ ધરાયાં

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-09 11:47:57

કોરોના મહામારીને કારણે આખું વિશ્વ મુશ્કેલીઓ ભોગવી રહ્યું છે; એવામાં અત્યારે કોરોનાવાયરસના પણ વિવિધ સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. આ નવો સ્ટ્રેન પહેલાંના વાયરસ કરતાં પણ વધારે મુશ્કેલીઓ ઊભી કરી શકે એવો છે. બ્રાઝિલમાં પણ આ નવા સ્ટ્રેનના કોરોનાવાયરસના કેસો સામે આવતાં તેના સહિત આખા વિશ્વમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો, પરંતુ આ વાયરસના ઈલાજ અર્થે તેના પર 2 અલગ અલગ અભ્યાસ હાથ ધરાયા હતા, જેમાં એ વાત સામે આવી છે કે અમેરિકાની ફાઈઝર અને ચીની કંપનીની સિનોવિક રસી કોરોનાવાયરસના આ સ્ટ્રેનને માત આપવા માટે અસરકારક નીવડી શકે તેમ છે. ન્યૂ ઈંગ્લેન્ડની એક લેબના અભ્યાસમાં ફાઈઝર રસી વાયરસના નવા P1 સ્ટ્રેન પર અસરકારક હોવાનો દાવો કરાયો છે. આ સ્ટ્રેન સૌથી પહેલા બ્રાઝિલમાં જોવા મળ્યો હતો.

વાયરસના P1 સ્ટ્રેન સામે સિનોવિક બાયોટેક રસી અસરકારક
આના પહેલાં રિસર્ચરોએ આ રસીને બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાવાયરસ સામે રક્ષણ આપવા માટે સક્ષમ છે એમ પુરવાર કરી હતી. જોકે દક્ષિણ આફ્રિકામાં જે વાયરસનો પ્રકાર હતો, તેના પર આ રસીની અસર થોડી ઓછી થઈ હતી. એવામાં બ્રાઝિલમાં જોવા મળેલા વાયરસના P1 સ્ટ્રેન પર ચીની કંપનીની સિનોવિક બાયોટેક રસી અસરકારક સાબિત થઈ છે, જેને ચકાસવા માટે બ્રાઝિલમાં નાનાં-મોટાં અધ્યયનો પણ કરવામાં આવ્યાં હતાં.

11.77 કરોડથી પણ વધુ દર્દીઓ કોરોનાની ઝપેટમાં
વિશ્વભરમાં 11.77 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં કોરોનાને માત આપીને 9 કરોડ 34 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે, તો બીજી બાજુ 26 લાખ 12 હજારથી પણ વધુ લોકો કોરોનાવાયરસથી મૃત્યુ પામ્યા છે. www.worldometers.info/coronavirusમાં દર્શાવેલા આંકડાઓ મુજબ, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.92 લાખથી વધુ નવા કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને 6 હજારથી વધુ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે.

એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધા પછી મહિલાનું મોત
ઑસ્ટ્રિયામાં કોરોનાનું વેક્સિનેશન હાથ ધરાયું હતું, એ દરમિયાન ત્યાંની એક મહિલાનું એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધા પછી મૃત્યું થયું હતું, જેને કારણે ઑસ્ટ્રિયામાં એસ્ટ્રાઝેનેકા વેક્સિનને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાઈ છે. ત્યાંની ન્યૂઝ એજન્સીના રાઈટરોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટના સામે આવતાં ઑસ્ટ્રિયાના આરોગ્ય વિભાગ દ્વારા એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું રસીકરણ કેટલાક સમય માટે સ્થગિત કરી દેવાયું છે. તો બીજી બાજુ જેમને વેક્સિન લઈ લીધી છે તેમને કોઈ સાઈડ ઈફેક્ટસ થઈ છે કે નહીં એની ચકાસણી હાથ ધરાઈ છે.

ઈઝરાયેલમાં લોકડાઉનમાં છૂટછાટ અપાઈ
ઈઝરાયેલના કેબિનેટ દ્વારા ત્યાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનો ત્રીજો તબક્કો શરૂ કરી દેવાયો છે. આ નિર્ણયના અંતર્ગત હવે ઈઝરાયેલીઓના દેશમાં આવવા પર લાગેલા પ્રતિંબંધોને હટાવી દેવાયા છે, પરંતુ તેમાં પણ એક દિવસમાં દેશમાં માત્ર 3000 લોકો જ પ્રવેશ કરી શકશે એવી અનુમતિ અપાઈ છે. તેની સાથે અહીં તકેદારીના ભાગ રૂપે 50થી વધુ લોકોની ભીડ કોઈપણ જાહેર જગ્યા પર ભેગી નહીં થઈ શકે એવી જાહેરાત કરવામાં આવી છે.

વિશ્વાના ટોપ 10 દેશો, જ્યાં સૌથી વધારે લોકો કોરોના સંક્રમિત થયા છે

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

29,744,652

538,628

20,449,634

ભારત

11,244,624

157,966

10,897,486

બ્રાઝિલ

11,055,480

266,614

9,782,320

રૂસ

4,333,029

89,473

3,922,246

UK

4,223,232

124,566

3,278,629

ફ્રાન્સ

3,909,560

88,933

266,096

સ્પેન

3,160,970

71,436

2,810,929

ઈટલી

3,081,368

100,103

2,508,732

તુર્કી

2,793,632

29,094

2,632,030

જર્મની

2,513,768

72,698

2,310,900

 

adv

Related News

post
post
post
post
post
post
post