• Home
  • News
  • New Year 2024: 2024માં આખુ વર્ષ શનિનો રહેશે પ્રભાવ, જાણો કોને ફાયદો અને કોને નુકસાન થશે
post

વર્ષના શરૂઆતી ચાર મહિનામાં બીમારી, યુદ્ધ અને કુદરતી આપત્તિઓ જેવી મુશ્કેલી આવી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-01 18:30:49

વર્ષ 2024નો અંક 8 છે. આ શનિનો અંક છે. તેથી આખુ વર્ષ શનિથી પ્રભાવિત રહેશે. વર્ષની શરૂઆત કન્યા લગ્નમાં રાહુ-કેતુના પ્રભાવમાં થશે. વર્ષની શરૂઆતમાં ચંદ્ર સિંહ રાશિમાં હશે. તેથી આખુવર્ષ સૂર્યનો પણ મજબૂત પ્રભાવ રહેશે. દરમિયાન સૂર્ય અને શનિ પ્રધાન લોકોને ખૂબ લાભ થશે. જોકે આ વર્ષ શરૂઆતમાં થોડી સમસ્યાઓ આપી શકે છે. વર્ષના શરૂઆતી ચાર મહિનામાં બીમારી, યુદ્ધ અને કુદરતી આપત્તિઓ જેવી મુશ્કેલી આવી શકે છે. 

2024માં ગ્રહોની સ્થિતિ

આ વર્ષે શનિ કુંભ રાશિમાં વિદ્યમાન રહેશે. ગુરુ આરંભમાં મેષ રાશિમાં રહેશે અને બાદમાં વૃષભ રાશિમાં જતા રહેશે. રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં રહેશે.

2024માં કોને ફાયદો થશે

જે લોકોનું મૂળાંક 04,07 કે 08 છે કે જેમની રાશિ મેષ, મિથુન, કન્યા કે ધન છે. આ વર્ષ તેમના માટે લાભકારી હશે. સાથે જ જેમની કુંડલીમાં સૂર્ય કે શનિ મજબૂત છે, જે લોકો ઈમાનદારીથી પોતાનું કામ કરે છે, તેમને પણ લાભ થશે.

કોને નુકસાન થઈ શકે છે

જે લોકોનું મૂળાંક 01, 05 કે 08 છે કે જેમની રાશિ કર્ક, તુલા કે કુંભ છે. તેમણે સાચવીને રહેવુ જોઈએ. જેમની કુંડલીમાં શનિની સ્થિતિ સારી નથી કે પછી જેમનો આહાર, વ્યવહાર યોગ્ય નથી, તેમને સમસ્યા થઈ શકે છે.

2024ને સારુ બનાવવાના ઉપાય

વર્ષ 2024માં કોઈકને કોઈ રૂપે લોખંડ જરૂર ધારણ કરો. નિયમિત રીતે શનિ દેવની ઉપાસના કરો. આખુ વર્ષ સાંજે શનિ મંત્રનો જાપ કરો. દર શનિવારે પીપળાની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. આ વર્ષે સામાન્ય વાદળી અને સફેદ રંગનો ઉપયોગ કરો. આ વર્ષે કાળા રંગનો ઉપયોગ ઓછો કરો.


adv

Related News

post
post
post
post
post
post
post