• Home
  • News
  • ન્યૂયોર્ક સિટી જૂન સુધી બંધ રહેશે, રાજ્યના ત્રણ વિસ્તારો ખૂલશે
post

મેયરે કહ્યું- સ્થિતિ વધુ સુધરવા સુધી સતર્કતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-13 09:19:26

ન્યૂયોર્ક: અમેરિકામાં કોરોનાના મોટા હોટસ્પોટ ન્યૂયોર્ક સિટીને જૂન સુધી બંધ કરી દેવાયું છે. જ્યારે ન્યૂયોર્ક પ્રાંતના ત્રણ અન્ય વિસ્તારોને 15 મેથી ખોલવાની તૈયારી થઇ રહી છે. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે ન્યૂયોર્કમાં દરરોજ સંક્રમણ અને મોતનો દર ઓછો થઇ રહ્યો છે. સ્થિતિ સુધરવા સુધી વધુ સતર્કતા જરૂરી છે. સંભવ છે કે મેના અંત સુધીમાં સ્થિતિ સુધરશે.


રાજ્યમાં બંધનો હાલનો આદેશ 15 મેના રોજ પુરો થઇ રહ્યો છે
દરમિયાન ગવર્નર એડ્રયુ ક્યૂમોએ જાહેરાત કરી કે ત્રણ વિસ્તારો ફિંગર લેક્સ, સધર્ન ટીયર અને મોહાક વેલી રીઝન્સ એ 7 માપદંડોને પુરા કરે છે જે ક્ષેત્રીય તબક્કાવાર ઢીલ માટે મહત્વપૂર્ણ છે. ન્યૂયોર્ક રાજ્યમાં બંધનો હાલનો આદેશ 15 મેના રોજ પુરો થઇ રહ્યો છે. તેથી અહીં વેપાર-ધંધા ખુલી શકે છે. જેમાં બાંધકામ, ઉત્પાદન, જથ્થાબંધ સપ્લાય, રિટેઇલ વ્યવસાય, કૃષિ અને માછલી પાલન સામેલ છે. નોર્થ કન્ટ્રી અને સેન્ટ્રલ ન્યૂયોર્ક શહેર 7માંથી 6 માપદંડોને પુરા કરે છે. તે આ સપ્તાહના અંત સુધી તૈયાર થઇ શકે છે. થોડા ઓછા જોખમ વાળા કારોબાર અને મનોરંજક પ્રવૃત્તિઓને 15 થી ફરી ખોલવાની મંજૂરી હશે. ન્યૂયોર્ક રાજ્યમાં કોરોનાના 3,37055 કેસ આવ્યા. જ્યારે 26000 લોકોનાં મોત થયાં. ન્યૂયોર્ક સિટીમાં 1,83662 કેસ અને 14928 મોત થયા.


અત્યાર સુધી 90 લાખ તપાસ થઇ ગઇ
આ સપ્તાહે ટેસ્ટનો આંકડો એક કરોડને પાર થશે: પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે  અમેરિકામાં ટેસ્ટની સંખ્યા આ સપ્તાહે એક કરોડને પાર જતી રહેશે. અત્યાર સુધી 90 લાખ તપાસ થઇ ગઇ છે. ત્રણ સપ્તાહ પહેલાં સુધી અમેરિ કા દર રોજ 1.50 લાખ તપાસ કરાવી રહ્યું હતું. જે વધીને રોજની 3 લાખ થઇ ગઇ છે.

adv

Related News

post
post
post
post
post
post
post