• Home
  • News
  • પ્રતાપગઢમાં સ્કોર્પિયો અને ટ્રકની ટક્કરમાં એક જ પરિવારના 9 લોકોના મોત, એકની હાલત ગંભીર
post

દુર્ઘટના નવાબગંજ પોલીસસ્ટેશન વિસ્તારમાં બની હતી, મૃતકોમાં 5 પુરુષ, 3 મહિલા અને એક બાળક સામેલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 12:10:53

પ્રતાપગઢ: ઉત્તરપ્રદેશમાં પ્રતાપગઢ જિલ્લાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે પાંચ વાગ્યે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. અહીંયા વાજિદપુરમાં ટ્રક અને સ્કોર્પિયો સામ સામે અથડાતા એક જ પરિવારના 9 લોકોના મોત થયા હતા. જેમાં પાંચ પુરુષ, 3 મહિલાઓ અને એક બાળક સામેલ છે. એક વ્યક્તિની હાલત ગંભીર છે. સ્કોર્પિયોમાં 10 લોકો સવાર હતા. આ તમામ હરિયાણાથી બિહાર જઈ રહ્યા હતા.

ગામના લોકોએ પોલીસને સૂચના આપી 
પોલીસે જણાવ્યું કે, દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો બિહારના ભોજપુરના રહેવાસી છે. પરાગનગર વાજિદપુર પાસે સવારે લોકોએ અવાજ સાંભળ્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને તેમને પોલીસને દુર્ઘટનાની સૂચના આપી. સ્કોર્પિયોનો અડધો ભાગ ટ્રકની અંદર ઘુસી ગયો હતો. સ્કોર્પિયોમાં સવાર લોકો બૂમા બૂમ કરી રહ્યા હતા. સૂચના મળતાની સાથે નવાબગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પણ થોડી વારમા જ 9 લોકોના મોત થયા હતા.

સ્કોર્પિયોને ગેસ કટરથી કાપવી પડી 
પોલીસે ગેસ કટરથી સ્કોર્પિયોની બોડી કાપીને લાશો બહાર કાઢી હતી. સ્કોર્પિયમાં 10 લોકો સવાર હતા. માત્ર એક વ્યક્તિ જ જીવતો બચ્યો છે. તેની પણ સ્થિતિ નાજૂર છે. તેને સારવાર અર્થે રાયબરેલી મોકલવામાં આવ્યો હતો, જ્યાંથી તેને લખનઉ રેફર કરી દેવાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post