• Home
  • News
  • નિશાએ એક્સ્ટ્રા મેરિટલ અફેરના આક્ષેપો પર ચુપ્પી તોડી:કરન મેહરા પર સિમ્પથી કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો
post

કરન તથા નિશાએ ગયા વર્ષે કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે અને દીકરા કાવિશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-13 19:15:37

ટીવીના પોપ્યુલર કપલ નિશા રાવલ તથા કરન મેહરા છેલ્લાં કેટલાંક સમયથી અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષે નિશાએ કરન પર એક્સ્ટ્રા મેરિટલ અફેર તથા મારપીટ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ કરને તમામ આરોપોનું ખંડન કરીને કહ્યું હતું કે નિશાનું અફેર ધર્મના ભાઈ રોહિત સેઠિયા સાથે છે. હવે નિશાએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

નિશાને બાળક માટે ડર લાગે છે
નિશાએ કહ્યું હતું, 'મહેરબાની કરીને આ બંધ કરો. આ એક ડ્રામા ને મીડિયા ટ્રાયલ બનીને રહી ગયું છે. આને કંઈક સભ્યતાથી બતાવો. મને આનાથી અસલામતી અનુભવાય છે. મને મારા બાળક માટે ડર લાગે છે. તે મોટો થઈને આ વીડિયો જોશે તો તે શું વિચારશે? હું તેની સાથે ઘરની બહાર નીકળીશ અને કોઈએ કંઈ કહ્યું તો?'

કરન સિમ્પથી કાર્ડ રમે છે
નિશાએ વધુમાં કહ્યું હતું, 'હું સિમ્પથી કાર્ડ રમી શકીશ નહીં. સાચી વાત એ છે કે કરન સિમ્પથી કાર્ડ રમી રહ્યો છે. હું મારા બાળકને સારી રીતે ઉછેરવા માગું છું. જો કરન કોન્ટ્રીબ્યૂટ ના કરી શકે તો તે પાછળ હટી જાય. તમે લોકો મને મારી રીતે જીવન જીવવા દો.'

આ લોકો માત્ર ડ્રામા કરે છે
નિશાએ આગળ જણાવ્યું હતું, 'હું તે લોકો પર બિલકુલ ધ્યાન આપતી નથી. મને લાગે છે કે તે લોકોએ પોતાનું કામ કરવું જોઈએ. આ લોકો માત્ર ડ્રામા કરે છે. હું જે પણ કરું છું, તે માત્ર મારા બાળક માટે કરું છું. જો કરન કંઈક કરવા માગે છે, તો તેના માટે એક પ્રોપર લીગલ પ્રોસીઝર છે.'

2012માં લગ્ન થયા
કરન તથા નિશાએ ગયા વર્ષે કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે અને દીકરા કાવિશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડે છે. આ સાથે જ નિશાએ કરન પર ડોમેસ્ટિક વાયોલન્સ અંગે કેસ કર્યો છે. આ દરમિયાન કરને આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે. નિશા તથા કરને 24 નવેમ્બર, 2012ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના પાંચ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post