• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ઇતિહાસમાં 48%થી ઓછું એપ્રૂવલ રેટિંગ મેળવી ક્યારેય કોઈ જીત્યું નથી, ટ્રમ્પનું રેટિંગ 43 ટકા
post

જો ટ્રમ્પે ફ્લોરિડા જીતી લીધું તો મામલો ફસાઈ જશે કેમ કે 538 અનુસાર ટ્રમ્પ પાસે ફક્ત 60 સુરક્ષિત ઈલેક્ટોરલ વોટ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-03 12:10:47

અમેરિકામાં ચૂંટણી પરિણામ માટે એક બે અઠવાડિયાં સુધી રાહ જોવી પડશે . 1904થી પરંપરા રહી છે કે ચૂંટણીના છેલ્લા દિવસે જ નવા રાષ્ટ્રપતિનો ખુલાસો થતો રહ્યો છે. આ વખતે કોરોનાને લીધે લોકો પોસ્ટથી વોટ મોકલાવી રહ્યા છે. તેના પોલિંગ બૂથ સુધી પહોંચવા અને ગણતરીમાં સમય લાગી શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ લાંબા સમય સુધી ચાલનારા આ વોટિંગને ગેરરીતિ ગણાવી રહ્યા છે અને કોર્ટ જવાનો સંકેત આપી રહ્યા છે. વાંચો ઓપિનિયલ પોલના આધારે કોણ આગળ ચાલી રહ્યું છે...

જે ફ્લોરિડા જીતે છે, એ જ રાષ્ટ્રપતિ બને છે...
1964
થી ફ્લોરિડાના મૂડથી અમેરિકાનાં પરિણામોની ખબર પડી જાય છે, તેમાં ફક્ત 1992 જ અપવાદ છે. એટલે કે રાષ્ટ્રપતિ એ જ બને છે જેને ફ્લોરિડા ચૂંટે છે. 2016માં ટ્રમ્પ અહીં 1 ટકા માર્જિનથી જીત્યા હતા. ઈલેક્ટોરલ મતની દૃષ્ટિએ આ ત્રીજું મોટું રાજ્ય છે.

આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ બે સંભાવનાઓ...
જો ટ્રમ્પ ફ્લોરિડા હારી જશે તો તેમના જીતવાની સંભાવના ફક્ત 1% રહી જશે, ફ્લોરિડા જીતશે તો લડાઈમાં ટકી રહેશે

1. એજન્સી-538ના રિસર્ચ અનુસાર જો ફ્લોરિડામાં બાઈડેન જીતશે તો ટ્રમ્પના જીતવાની શક્યતા 11 ટકાથી 1 ટકા રહી જશે. કેમ કે ક્લિન્ટનને 232 ઈલેક્ટોરલ મત મળ્યા હતા જેમાંથી એક પણ બાઈડેન હારી રહ્યા નથી. ફ્લોરિડાના 29 મત જોડાશે તો 261 થઈ જશે અને તેમણે 10 રાજ્યોમાંથી માત્ર એક જીતવાનું રહેશે. એવું થશે તો મંગળવારે નવા રાષ્ટ્રપતિની જાણ થઈ જશે.

2. જો ટ્રમ્પે ફ્લોરિડા જીતી લીધું તો મામલો ફસાઈ જશે કેમ કે 538 અનુસાર ટ્રમ્પ પાસે ફક્ત 60 સુરક્ષિત ઈલેક્ટોરલ વોટ છે. જો ઝુકાવ અનુસાર જોવામાં આવે તો ટ્રમ્પ પાસે કુલ 134 વોટ જ રહ્યા છે. એવામાં જો તેમને ફ્લોરિડાના 29 વોટ મળી પણ જાય તો તેમને જીતવા માટે વધુ 107 વોટની જરૂર પડશે. એવામાં રિઝલ્ટમાં એક અઠવાડિયાનો વિલંબ થઈ શકે છે.

જ્યારથી અમેરિકામાં રાષ્ટ્રપતિના એપ્રૂવલ રેટિંગનો સરવે શરૂ થયો છે ક્યારેય કોઈ 49 ટકાથી ઓછા એપ્રૂવલ રેટિંગ મેળવી રાષ્ટ્રપતિ બની શક્યો નથી. એવું થયું જ નથી કે એપ્રૂવલ રેટિંગ 50 ટકા ઉપર હોય અને તે ચૂંટણી હારી જાય. ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ 43 ટકા છે અને બાઈડેન 52 ટકા પર યથાવત્ છે.

adv

Related News

post
post
post
post
post
post
post