• Home
  • News
  • નોરા ફતેહીએ કો-સ્ટારને તમાચો મારી દીધો:કહ્યું- અમારી વચ્ચે મારામારી થઈ હતી, તેણે મારા વાળ પકડી લીધા હતા
post

નોરા છેલ્લીવાર મલાઈકાના શો 'મૂવિંગ ઇન વિધ મલાઈકા'ના એક એપિસોડમાં જોવા મળી હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-01 18:03:48

નોરા ફતેહી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ નોરાએ 'ધ કપિલ શર્મા શો'માં ઘટસ્ફોટ કર્યો હતો કે એકવાર તેના કો-સ્ટારે તેની સાથે મિસબિહેવ કર્યું હતું. આ જ કારણે તેમની વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.

નોરાએ કો-એક્ટરને તમારો માર્યો
નોરા ઝઘડા અંગે કહ્યું હતું, 'અમે જંગલમાં શૂટિંગ કરતા હતા અને મારા કો-એક્ટરે મારી સાથે મિસબિહેવ કર્યું હતું. ત્યારબાદ મેં તેને થપ્પડ મારી દીધી હતી.'

કો-એક્ટરે નોરાના વાળ પકડી લીધા હતા
નોરાએ આ ઘટના અંગે વધુમાં કહ્યું હતું, 'પછી તે એક્ટરે મને તમાચો માર્યો અને મારા વાળ પકડી લીધા હતા. ત્યારબાદ મેં તેને બીજી થપ્પડ મારી હતી. અમારી વચ્ચે મારા-મારી થઈ હતી.'

નોરા 'ધ એન્ટરટેઇનર્સ શો' માટે અમેરિકામાં છે
નોરા હાલમાં 'ધ એન્ટરટેઇનર્સ' શો માટે અમેરિકામાં છે. આ ટૂરમાં અક્ષય કુમાર, દિશા પટની, સોનમ બાજવા પણ છે. હાલમાં જ ન્યૂ જર્સીનો શો કેન્સલ થઈ ગયો હતો, પરંતુ અન્ય શો જે-તે સમયે પણ જ યોજાશે. અક્ષય કુમાર ઓરલેન્ડો તથા ડાલાસ સહિત અમેરિકાના વિવિધ શહેરમાં પર્ફોર્મ કરશે.

'થેંક ગોડ'માં જોવા મળી હતી
નોરા પોતાના ડાન્સ માટે જાણીતી છે. ગયા વર્ષે નોરાએ ફીફા વર્લ્ડકપ 2022ની ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. નોરા છેલ્લીવાર મલાઈકાના શો 'મૂવિંગ ઇન વિધ મલાઈકા'ના એક એપિસોડમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા રકુલ પ્રીત સિંહની ફિલ્મ 'થેંક ગોડ'માં પણ જોવા મળી હતી.

200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય સાક્ષી
નોરા 2021થી 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી છે. આ કેસમાં નોરા સરકારી સાક્ષી બની છે. આ કેસમાં નોરા ઉપરાંત જેકલિન ફર્નાન્ડિઝનું નામ પણ સંડોવાયેલું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post