• Home
  • News
  • કોરોના વાઈરસ પહેલા 90 દિવસ ઠંડા હવામાન વાળા દેશમાં વધારે ફેલાયો, છેલ્લા 12 દિવસથી ગરમ દેશમાં તેની ઝડપ બમણી; ભારતમાં 4 અને બ્રાઝિલમાં 6 દિવસમાં કેસ ડબલ થયા
post

ભારતમાં સરેરાશ તાપમાન 32 ડિગ્રી છે, અહીંયા એપ્રિલના પહેલા 12 દિવસોમાં 7800થી વધારે કેસ વધ્યા, UAEમાં 32 ડિગ્રી તાપમાન, અહીંયા 3500 કેસ વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-15 10:00:26

નવી દિલ્લી : દુનિયાભરમાં ચર્ચા હતી કે ગરમી વધતાની સાથે જ કોરોનાની અસર ઓછી થઈ જશે. પણ આવું કંઈ થયું નથી. કોરોના વાઈરસ પહેલા 90 દિવસ સુધી સૌથી વધારે ઠંડા હવામાન વાળા દેશોમાં ફેલાયો. અહીંયા સૌથી વધારે મોત પણ થયા છે. પરંતુ છેલ્લા 12 દિવસથી તેના ટ્રેન્ડમાં થોડા ફેરફાર  જોવા મળ્યા છે. કોરોના ઠંડા દેશો સાથે હવે ગરમ જળવાયું વાળા દેશોમાં પણ બમણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ અમેરિકા, આફ્રીકા અને દક્ષિણ-પશ્વિમ અને દક્ષિણ-પૂર્વ એશિયા જ્યાં ગરમીનું વાતાવરણ શરૂ થઈ ચુક્યું છે અને સરેરાશ તાપમાન 20 ડિગ્રીથી માંડી 40 ડિગ્રી સુધી છે. તેમ છતા અહીંયા ઘણા દેશમાં કોરોના કેસ અઢી દિવસ,ચાર દિવસ અને સાત દિવસમાં બમણા થઈ રહ્યા છે. ભારતમાં 1 એપ્રિલથી 12 એેપ્રિલ સુધી સરેરાશ તાપમાન 32 ડિગ્રી રહ્યું છે, અહીંયા આ 12 દિવસોમાં 7800થી વધુ કેસ વધ્યા છે. આ પ્રકારે બ્રાઝિલમાં 1થી 12 એપ્રિલ સુધી સરેરાશ તાપમાન 26 ડિગ્રી રહ્યું છે, અહીંયા 12 દિવસોમાં 16 હજાર કરતા વધારે કેસ વધ્યા છે.

લેટિન અમેરિકાઃ
કોરોના વાઈરસથી બ્રાઝિલમાં સૌથી વધારે 21042 કેસ અને 1144 લોકોના મોત થયા 

લેટિન અમેરિકન દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીંયા સૌથી વધારે 21,042 કેસ બ્રાઝિલમાં આવ્યા છે. સૌથી વધારે 144 લોકોના મોત પણ અહીંયા થયા છે. અહીંયા દર છ દિવસમાં કેસ બમણા થઈ રહ્યા છે. બીજા નંબરે ઈક્વાડોર છે, અહીંયા અત્યાર સુધી 7257 કેસ આવ્યા છે. 315 લોકોના મોત થયા છે. અહીંયા દર પાંચ દિવસ બાદ કેસ બમણા થઈ રહ્યા છે. લેટિન અમેરિકાના મોટાભાગના દેશમાં હાલ દિવસનું તાપમાન 33 ડિગ્રી અને રાતે 23 ડિગ્રી નોંધાયું છે. 

આફ્રીકાઃ
દક્ષિણ આફ્રીકામાં સૌથી વધારે 2028 કેસ, સૌથી વધારે 275 લોકોના મોત અલ્જીરિયામાં થયા છે 
આફ્રીકા મહાદ્વીપના મોટાભાગના દેશમાં એપ્રિલના પહેલા બે સપ્તાહમાં તાપમાન 17 ડિગ્રીથી માંડી 45 ડિગ્રી નોંધાયું છે. દુનિયાના અન્ય મહાદ્વીપોની સરખામણીમાં આફ્રીકા મહાદ્વીપમાં અત્યાર સુધી સૌથી ઓછા કોરોના વાઈરસના કેસ સામે આવ્યા છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં અહીંયા પણ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અહીંયા સૌથી વધારે 2028 કેસ દક્ષિણ આફ્રીકામાં આવ્યા છે. સૌથી વધારે 275 લોકોવા મોત અલ્જીરીયામાં થયા છે.નાઈઝરમાં સૌથી વધારે ઝડપથી કેસ વધી રહ્યા છે. અહીંયા ત્રણ દિવસ બાદ કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે. મિસ્ત્રમાં 8 દિવસ બાદ કોરોના કેસોની સંખ્યા બમણી થઈ રહી છે. 

દક્ષિણ- પૂર્વ અને દક્ષિણ પશ્વિમ એશિયા 
ઈઝરાયલમાં કોરોનાના સૌથી વધારે 10878 કેસ, સૌથી વધારે 373 લોકોના મોત ઈન્ડોનેશિયામાં થયા 
દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્વિમ એશિયન દેશમમાં અન્ય એશિયન દેશોની સરખામણીમાં ગરમી વધારે પડે છે. આ દેશમાં હાલ એપ્રિલમાં 20 થી માંડી 41 ડિગ્રી સુધીનું તાપમાન છે. અહીંયા કોરોનાના સૌથી વધારે કેસ 10,878 કેસ ઈઝરાયલમાં આવ્યા છે. જ્યારે સૌથી વધારે 373 મોત ઈન્ડોનેશિયામાં થયા છે. કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધારે ઝડપી બાંગ્લાદેશ અને ભારતમાં વધી રહી છે. બાંગ્લાદેશમાં લગભગ બે દિવસમાં કોરોનાની સંખ્યા બમણી થઈ રહી છે, જ્યારે ભારતમાં લગભગ ચાર દિવસ બાદ કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે.

ચીની રિસર્ચમાં કહેવામાં આવ્યું છે -કોરોના વાઈરસ ગરમી આવતાની સાથે ખતમ થઈ જશે 
કોરોના વાઈરસ જ્યારે ચીનથી શરૂ થયો અને ઈટલી, સ્પેન, અમેરિકા જેવા ઠંડા દેશમાં પહોંચ્યો તો લોકો જાતે જ માનવા લાગ્યા કે કોરોના ગરમ પ્રદેશમાં ઓછો ફેલાય છે. સોશ્યલ મીડિયા પર આવા મેસેજ પણ શેર કરવામાં આવ્યા છે. જ્યારે હવે આ થિયરી ફેલ થતી જોવા મળી રહી છે. ચીનની બેઈહાંગ અને તસિંગહુઆ યુનિવર્સિટીએ પણ તેમના રિસર્ચમાં કહ્યું હતું કે ગરમીમાં કોરોનાનું ટ્રાન્સમિશન ઓછું થઈ જશે. આ ઉપરાંત અન્ય રિસર્ચ રિપોર્ટ્સમાં આ પ્રકારના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતમાં પણ ઘણા લોકો માનવા લાગ્યા હતા કે ગરમીમાં કોરોના ખતમ થઈ જશે. 
 
સત્ય: 
WHO
એ કહ્યું- ગરમી કોરોના વાઈરસને ખતમ નહીં કરી શકે 
WHO
એ પાંચ એપ્રિલે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ગરમીની ઋતુ પણ કોરોના વાઈરસને ખતમ નહીં કરી શકે. એજન્સીએ કહ્યું લોકોએ આ પ્રકારની અફવાઓથી બચવું જોઈએ. વધારે તડકામાં રહેવાથી અને 25 ડિગ્રીથી વધારે તાપમાન કોવિડ-19ને ફેલાવાથી ન રોકી શકે. ભલે ગમે તેટલો તડકો કે ગરમ વાતાવરણ હોય. કોરોના કોઈને પણ થઈ શકે છે.
બ્રિટિશ વૈજ્ઞાનિક સારા જાર્વિસ કહે છે કે આ બધું ખોટું છે કે ગરમીમાં કોરોના વાઈરસ ખતમ થઈ જશે. 2002ના નવેમ્બરમાં સાર્સ મહામારી શરૂ થઈ હતી, જે જૂલાઈમાં ખતમ થઈ ગઈ હતી, પરંતુ આ તાપમાન બદલાવાના કારણે થયું અથવા કોઈ અન્ય કારણે થયું એ કહેવું મુશ્કેલ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post