• Home
  • News
  • હવે ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ પણ બેન:સંસદમાં હિંસા અંગે US પ્રેસિડેન્ટ પર એક્શન, કહ્યું- અમારો અવાજ દબાવી નહીં શકાય
post

ટ્રમ્પના સમર્થકોની હિંસા વચ્ચે જ ટ્વિટરે ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટને હંમેશાં માટે બ્લોક કરી દીધું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 14:22:04

અમેરિકન સંસદની અંદર અને બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા વચ્ચે ટ્વિટરે ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટને હંમેશાં માટે બ્લોક કરી દીધું છે. ત્યાર પછી ટ્રમ્પે શુક્રવારે પોતાના ઓફિશિયલ અકાઉન્ટ @POTUS થી ટ્વીટ કર્યું, જેને ટ્વિટરે ગણતરીની સેકન્ડમાં જ ડિલિટ કરી દીધું.

આ ઓફિશિયલ અકાઉન્ટ પરથી ટ્રમ્પે લખ્યું છે કે અમે ભવિષ્યમાં એક નવું પ્લેટફોર્મ બનાવીશું. અમારો અવાજ દબાવી નહીં શકાય. ટ્વિટર અમારા અધિકારને દબાવવામાં લાગી ગયું છે. ટ્વિટરે ડેમોક્રેટ સાથે મળીને મારું અકાઉન્ટ ટ્વિટર પરથી હટાવડાવ્યું છે. 7 કરોડ 50 હજાર લોકોના અવાજને દબાવી નહીં શકાય.

હિંસા ન ઉશ્કેરાય
ટ્વિટરે ટ્રમ્પના પર્સનલ અકાઉન્ટને હંમેશાં માટે સ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધું. માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરે કહ્યું છે કે ભવિષ્યની હિંસાના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ટ્વિટરે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના અકાઉન્ટમાં તાજેતરમાં કરેલા ટ્વીટની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી છે, જેમાં જોયું કે ટ્રમ્પના ટ્વીટ્સને કેવી રીતે લેવામાં આવી રહ્યાં છે. એટલા માટે આગળના જોખમને ધ્યાનમાં રાખી અમે તેમનું અકાઉન્ટ સ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્વિટરે આ પહેલાં ચેતવણી આપી હતી કે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું અકાઉન્ટ હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે.

ફેસબુકે કહ્યું- ટ્રમ્પના વિડિયોથી હિંસા ભડકે એવો ખતરો

ટ્વિટરે ટ્રમ્પનાં વિવાદાસ્પદ નિવેદનોવાળાં 3 ટ્વીટ હટાવી દીધાં છે. એવું પહેલી વખત થયું છે. આ પહેલાં ફેસબુક અને યુટ્યૂબે ટ્રમ્પના વિડિયોને રિમૂવ કર્યાં હતાં. ફેસબુકના વાઈસ-પ્રેસિડેન્ટ (ઈન્ટેગ્રિટી) ગુએ રોઝેને કહ્યું હતું કે આ ઈમર્જન્સી છે, ટ્રમ્પના વિડિયોથી હિંસા વધુ ભડકી શકે છે.

ટ્રમ્પે કહ્યું હતું- ચૂંટણીમાં દગો થયો
કેપિટલ હિલમાં હિંસા પછી ટ્રમ્પે ટ્વિટર પર 1 મિનિટનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોતાના સમર્થકોને કહી રહ્યા હતા- હું જાણું છું કે તમે દુઃખી છો. આપણી પાસેથી ચૂંટણી ઝૂંટવી લેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં દગો થયો, પરંતુ આપણે તે લોકોના હાથમાં નહીં રમી શકીએ. આપણે શાંતિ રાખવાની છે, તમે બધા ઘરે પરત ફરો.

adv

Related News

post
post
post
post
post
post
post