• Home
  • News
  • ઓલી અને પ્રચંડ સમજૂતી માટે રાજી, પ્રધાનમંત્રી ઓલીના રાજીનામાની માંગ છોડવા પ્રચંડ તૈયાર
post

રાષ્ટ્રપતિની મધ્યસ્થતાથી કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ પ્રચંડ રાજી થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 10:24:48

કાઠમંડુ: નેપાળની સત્તારુઢ પાર્ટી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (NCP) તૂટવાનું જોખમ હાલ પૂરતું ટળી ગયુ છે. નેપાળના મીડિયા અહેવાલ પ્રમાણે સહ-અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે પ્રધાનમંત્રી કેપી શર્માના રાજીનામાની માંગને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે અને પ્રચંડ રવિવારે પરસ્પર સમજૂતી માટે રાજી થઈ ગયા છે. એવું માનવામાં આવે છે કે આ સમજૂતીમાં રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીની ભૂમિકા મહત્વની રહી.


વર્ષના અંત સુધી સામાન્ય સભા બોલાવવા તૈયાર થયા
કાઠમંડુ પોષ્ટના જણાવ્યા પ્રમાણે ઓલી અને પ્રચંડ આ વર્ષના અંતમાં પક્ષની સામાન્ય સભા બોલાવવા માટે તૈયાર થયા છે. સમજૂતીનો અર્થ સ્પષ્ટ છે કે પ્રચંડ હવે પ્રધાનમંત્રી ઓલીનું રાજીનામુ માંગવાની જીદ છોડી દેશે. પ્રચંડને લીધે NCPમાં આંતરિક મતભેદ સર્જાતા તે તૂટવાનું સંકટ સર્જાયુ હતું.


પ્રચંડને સીનિયર નેતાઓનું સમર્થન પણ મળ્યું
પ્રચંડે ઓલીના રાજીનામાની માંગ ત્યારે ઝડપી બનાવી કે હ્યારે તેમના પક્ષના સિનિયર નેતા માધુર કુમાર નેપાલ અને ઝાલા નાથ ખનલનું સમર્થન મળ્યું. સૌ ઓલી પાસે પ્રધાનમંત્રી અને પક્ષના વડા તરીકે બન્ને પદ પરથી રાજીનામુ માંગી રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના 44 પૈકી 30 સભ્યોએ પણ ઓલીના રાજીનામાની માંગ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post