• Home
  • News
  • પરિવાર તરફથી વકીલ વિકાસ સિંહે કહ્યું- સુશાંતની પાસે કોઈ લાઈફ ઈન્શ્યોરન્સ પોલિસી નહોતી, તેની મેન્ટલ હેલ્થ અંગે ખોટી વાત કરવામાં આવી
post

વિકાસ સિંહે કહ્યું, પરિવારની મંજૂરી વગર સુશાંત પર કોઈ ફિલ્મ કે ટીવી શો બનાવવામાં આવશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 10:01:20

સુશાંત સિંહના પરિવારના વકીલ વિકાસ સિંહે મીડિયાને બ્રીફ આપી હતી. આ બ્રીફમાં તેમણે કહ્યું હતું કે રિયા, સુશાંતના જીવનમાં આવી પછી જ સુશાંતની તબિયત ખરાબ થઈ હતી. સુશાંતની મેન્ટલ હેલ્થ અંગે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિકાસ સિંહે FIR પ્રમાણે, પોતાના કેસના તમામ પોઈન્ટ્સ ક્લિયર કર્યાં હતાં. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિવાર અંગે જે પણ અફવા ફેલાવવામાં આવી રહી છે તે તમામ ખોટી છે.

વકીલ વિકાસ સિંહે કહ્યું,

·         આ કૅમ્પેનથી સુશાંતની ત્રણેય બહેનો દુઃખી છે. અમે FIRમાં કહ્યું હતું કે રિયાના આવ્યા બાદ સુશાંતના જીવનમાં માનસિક તણાવ શરૂ થયો હતો. આ માનસિક તણાવ માટે રિયા જવાબદાર હતી. રિયાએ સુશાંતની જે પણ સારવાર કરી, તેની વાત સુશાંતના પરિવારને કહી નહોતી.

·         આ પરિસ્થિતિમાં જ્યારે રિયાએ સુશાંતનો સાથ છોડ્યો અને એન્ગ્ઝાઈટીને કારણે સુશાંતની મુશ્કેલી વધી તો બહેને સુશાંતની સારવાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયામાં જે પણ વાતો કરવામાં આવે છે, તે અંગે હું કહીશ કે પરિવારની મુશ્કેલીઓ તથા દુઃખોમાં વધારો ના કરો.

·         મીડિયામાં એવા સમાચાર ચલાવવામાં આવી રહ્યાં છે કે પરિવારે સુશાંતની લાઈફ ઈનશ્યોરન્સ પોલિસીના પૈસા માટે આત્મહત્યાને હત્યા સાબિત કરવા માગે છે. આ વાત ખોટી છે અને પરિવાર માટે અપમાનજનક છે. જો આ પ્રકારના રિપોર્ટને બંધ કરવામાં ના આવ્યા તો અમે ચેનલ વિરુદ્ધ એક્શન લેવા મજબૂર થઈશું.

·         સુશાંતે કોઈ પોલિસી લીધી નહોતી, આ વાત હું સ્પષ્ટ કરી દેવા માગું છું. આ રિપોર્ટ આરોપીને બચાવવા માટેનો પ્રયાસ છે.

·         પરિવારે સાથે મળીને નિર્ણય લીધો છે કે સુશાંતના જીવન પર કોઈ ફિલ્મ કે સિરિયલ તેના પિતાની પરવાનગી વગર બનાવી શકાશે નહીં. સ્ક્રિપ્ટ તથા ફિલ્મની વાર્તા પરિવારને એકવાર કહેવી પડશે. જો તેમ છતાંય કોઈ આમ કરે છે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

·         સુશાંતની ત્રણેય બહેનો આજે મને મળી હતી. તેમણે મીડિયામાં ચાલતા કૅમ્પેન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. પરિવારને બદનામ કરીને આરોપી રિયાને ફાયદો કરાવવામાં આવી રહ્યો હોવાની વાત કહી હતી.

·         પરિવારને મરાઠી આવડતું નથી અને તેથી જ તેમણે મુંબઈ પોલીસને મરાઠીમાં સ્ટેટમેન્ટ લખવાની ના પાડી હતી પરંતુ મુંબઈ પોલીસે આ વાત માની નહીં અને સ્ટેટમેન્ટ પર જબરજસ્તી સહી કરાવી હતી.

·         રિયા ચક્રવર્તી માટે જે લોકો કૅમ્પેન ચાલી રહ્યા છે અને કેસને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે તેના પર અમે કાયદાકીય કાર્યવાહી જરૂર કરીશું.

·         સુશાંતની માનસિક સ્થિતિ 2019 સુધી પૂરી રીતે ઠીક હતી. રિયાના આવ્યા બાદ જ તેની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી.

·         સુશાંત ગભરાયેલો રહેતો હતો. પરિવાર પાસે જે પ્રિસ્ક્રિપ્શન હતું, તેમાં કોઈ બીમારી નહોતી. દવાઓ લખવામાં આવી હતી. આઠ જૂનના રોજ સુશાંત બહુ જ ડરેલો હતો ત્યારે તેની બહેન જે દવા લેતી હતી, તે જ દવા સુશાંતને લેવાની સલાહ આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post