• Home
  • News
  • કોમેડિયનની તબિયત સુધારા પર:રાજુ શ્રીવાસ્તવને ICUમાં ઇન્ફેક્શનનું જોખમ, બૉડી ઓર્ગન બરાબર કામ કરી રહ્યા છે
post

રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યા બાદ દિલ્હીની AIIMSના કાર્ડિયેક યુનિટના ICUમાં સારવાર ચાલે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 17:22:25

58 વર્ષીય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું સ્વાસ્થ્ય સતત સુધરી રહ્યું છે. રાજુ શ્રીવાસ્તવને 9 ઓગસ્ટના રોજ AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)માં એડમિટ કરવામાં આવ્યા હતા. સોમવાર (15 ઓગસ્ટ)ના રોજ ફૂડ પાઇપથી અડધો લિટર દૂધ આપવામાં આવ્યું હતું. આજે એટલે કે 16 ઓગસ્ટના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવી શકાય છે. 15 ઓગસ્ટે એક કલાક માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં રાજુના મોટા ભાઈ કાજુની પણ સારવાર ચાલી રહી છે. તેમને આજે (16 ઓગસ્ટ) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. કાજુ શ્રીવાસ્તવને હજી સુધી રાજુની તબિયત અંગે જાણ કરવામાં આવી નથી.

બૉડી ઓર્ગન કામ કરે છે
રાજુના મોટા ભાઈ સીપી શ્રીવાસ્તવે કહ્યું હતું કે હોસ્પિટલમાં સારી સારવાર થઈ રહી છે. રાજુના તમામ બૉડી ઓર્ગન વેન્ટિલેટર સપોર્ટ વગર પણ કામ કરે છે. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને જલદીથી ભાન આવશે. જોકે MIR રિપોર્ટમાં મગજની એક નસ દબાયેલી હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણે હજી સુધી ભાન આવ્યું નથી.

તેમણે વધુમાં કહ્યું હતું, 'ડૉક્ટરના મતે, રાજુના મગજના એક ભાગમાં ઓક્સિજન પહોંચતો નથી અને આ જ કારણે હોશ આવ્યો નથી. બ્રેનમાં કોઈ ઈજા કે ક્લૉટિંગ નથી. આની સારવાર શક્ય છે. મગજને 7થી 15 દિવસ સુધીમાં ઓક્સિજન મળવાનું શરૂ થઈ શકે છે. આ નેચરલી ઠીક થશે.

તાવ આવ્યા બાદ સાવચેતી રાખવામાં આવે છે
રાજુને રવિવાર (14 ઓગસ્ટ)ના રોજ તાવ આવ્યો હતો, આથી જ ICUમાં પરિવાર સહિત કોઈપણ બહારની વ્યક્તિને આવવાની પરવાનગી આપવામાં આવી નથી. સ્ટાફને પણ સાવચેતી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાવ અંગે ડૉક્ટરે કોઈ અપડેટ આપ્યું નથી.

PMO સતત અપડેટ લે છે
રાજુ શ્રીવાસ્તવને હાર્ટ-અટેક આવ્યા બાદ દિલ્હીની AIIMSના કાર્ડિયેક યુનિટના ICUમાં સારવાર ચાલે છે. PMOથી લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત રાજુની હેલ્થ અપડેટ લે છે. દિલ્હીની પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ ડૉક્ટર્સ સાથે વાત કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post